Rajkot, તા.21
રાજકોટ બાર એશોસીએશન 2025ના હોદેદારો દ્વારા રાજકોટ બાર એશોસીએશનમાં આ વર્ષે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ.જેમાં જે.એમ.એફ.સી.ના કલાસીસ, એડવોકેટો માટે તથા કોર્ટ સ્ટાફ માટે ફી મેડીકલ કેમ્પ, ડાંડીયા રાસ, પ્રવાસ, સમગ્ર ગુજરાત રાજયમાં એડવોકેટ ફેટરનીટી માટે સૌ પ્રથમ વખત ખેલ મહાકુંભ, તેમજ તાજેતરમાં જ બે દિવસીય નેશનલ લીગલ સેમિનાર નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસો તેમજ નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના સીનીયર કાઉન્સીલ તેમજ ગુજરાત રાજયના પૂર્વ કાયદા મંત્રી સહીતના સ્પીકરો દ્વારા બેનમુન આયોજન કરવામાં આવેલ.
આ કામગીરીમાં વધુ એક યશકલ્ગી ઉમેરવાના આશયથી તેમજ રાજકોટ બારના સીનીયર ધારાશાસ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ બારના તમામ જુનિયર એડવોકેટ ભાઈઓ/બહેનોને વિવિધ કાયદાઓનું પ્રોપર, પ્રેકટીકલ જ્ઞાન મળી રહે અને તેમાં વિચાર-વિમર્શ કરી કાયદાકિય જુદી-જુદી કલમોનું અર્થઘટન કરી આદાન-પ્રદાન કરી શકાય તેવા શુભ આશયથી રાજકોટ બાર એશોસીએશન- 2025ના તમામ હોદેદારો દ્વારા લીગલ એવરનેસ માટે આયોજન કરવામાં આવેલ છે.
તા.28/11 ના જામીન અરજી પર અમીતભાઈ જોષી,12/12 ના હાઉ ટુ બિલ્ટઅપ કેરીયર ઈન એડવોકેસી ફિલ્ડ પર મહર્ષિભાઈ સી. પંડયા, 26/12 ના સ્પેશીફીક રીલીફ એકટ પર આર.એમ.વારોતરીયા,09/01/2026 ના ડોમેસ્ટીક વાયોલેશન એકટ પર ગૌતમ પરમાર,23/01/2026 ના પ્લીડીંગ પર હેમેનભાઈ ઉદાણી,13/02/2026 ના રેવન્યુ દસ્તાવેજોમાં મિલ્કત મૂલ્યાંકન પધ્ધતિ પર એન.જે. પટેલ,27/02/2026 ના વિમા પોલીસી અંગે જે.જે.ત્રિવેદી માર્ગદર્શન આપશે.

