New Delhi,તા.11
સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, વકીલ તરીકે રજિસ્ટર્ડ કરાવનાર કાયદાના સ્નાતકો પાસેથી બાર કાઉન્સીલ કાનૂની ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વૈકલ્પિક ચાર્જ ન વસુલી શકે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક રાજય બાર કાઉન્સીલ પરિષદ સામે દાખલ એ અરજી પર ફેસલો આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર નિર્ણયનું પાલન નહીં કરવાનો આરોપ લગાવાયો હતો.
જસ્ટીસ પારડીવાલા અને આર.મહાદેવનની પીઠે આ સાથે જ કર્ણાટક રાજય બાર કાઉન્સીલને વકીલ તરીકે રજિસ્ટર કરાવનાર કાયદા સ્નાતકો પાસેથી વૈકલ્પિક ચાર્જ વસુલવા પર રોક લગાવી હતી.
પીઠે કહ્યું હતું કે, અમે સ્પષ્ટ કરીએ છીએ કે જેવું કંઈ નથી. કોઈપણ રાજયની બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા વૈકલ્પિક ચાર્જ નહીં વસુલે. બેન્ચે જણાવ્યું હતું કે બધાએ ગત વર્ષ જુલાઈમાં પસાર નિર્ણય મુજબ જ ચાર્જ વસુલવો પડશે.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો: ગત વર્ષે 30 જુલાઈના સુપ્રીમકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો કે, રાજય બાર કાઉન્સીલ કાયદા સ્નાતકો પાસેથી વકીલો તરીકે સનદ મેળવવા માટે વધારાનો ચાર્જ નહીં વસુલી શકે.
કોર્ટે કેટલાક રાજયોની બાર કાઉન્સીલ દ્વારા લગભગ 15 હજારથી લઈને 40 હજારથી વધુની ફી વસુલવાને મૌલિક સમાનતાના સિદ્ધાંતની વિપરીત બતાવ્યું હતું. કોર્ટે ફેસલો આપ્યો હતો કે બાર નિગમ અધિવકતા અધિનિયમ 1961 અંતર્ગત શક્તિઓનું પ્રતિનિધિ છે.
રાજય બાર કાઉન્સીલ અને બીસીઆઈ સામાન્ય અને એસસી-એસટી શ્રેણીઓના કાયદા સ્નાતકોના નામાંકન (સનદ) માટે ક્રમશ: 750 અને 125 રૂપિયાથી વધુ નથી લઈ શકતા.