Mumbai,તા.07
ક્રિકેટના મેદાન પર દરેક બેટ્સમેનનું લક્ષ્ય શક્ય તેટલી મોટી ઈનિંગ્સ રમવાનું હોય છે. તેઓ શક્ય તેટલી વધુ મેચોમાં સદી, બેવડી સદી અથવા ત્રેવડી સદી ફટકારવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક ખેલાડીઓ સાથે એવું થાય છે કે, તેઓ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બની જાય છે. તો આજે આપણે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનનારા પાંચ ખેલાડીઓ અંગે જાણીશું. સચિન તેંડુલકર અહીં પણ ટોપ પર છે, જે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ છે. સચિન તેંડુલકરની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદીની સંખ્યા 60 થી વધુ હોત, પરંતુ તે એક ડઝનથી વધુ વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.
સચિન તેંડુલકર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત 90 કે 99 રનની વચ્ચે આઉટ થયો અથવા અણનમ રહ્યો છે. સચિન તેંડુલકર 18 વખત વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ચૂકી ગયો છે.
ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનના નામે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 9 વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનવાનો રેકોર્ડ છે. તેમાં 90 થી 99 રનની વચ્ચે આઉટ થવાનું અથવા અણનમ રહેવાના આંકડા સામેલ છે.
ઝિમ્બાબ્વેના ગ્રાન્ટ ફ્લાવરના નામે પણ 9 નર્વસ નાઈન્ટીઝ છે. તેની પણ નવ સદીઓ આઉટ થવાને કારણે અથવા ઈનિંગ્સ સમાપ્ત થવાને કારણે પૂર્ણ નથી થઈ શકી.
ન્યુઝીલેન્ડના નાથન એસ્લે પણ 9 વખત પોતાની સદી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફટકારવાથી ચૂકી ગયો છે. તે કાં તો 90 થી 99 ની વચ્ચે આઉટ થયો અથવા અણનમ પાછો ફર્યો.