Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Anupam Kher and Mahesh Manjrekar ને મહારાષ્ટ્ર ફિલ્મ પુરસ્કાર મળ્યો

    August 6, 2025

    ઉત્તરકાશી દુર્ઘટના પર Sara Ali Khan નું દુઃખ છલકાયું, લખ્યું- મારું હૃદય હચમચી ગયું છે

    August 6, 2025

    શું Sandeep Reddy Vanga ની ’એનિમલ’ ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મની નકલ છે,દિગ્દર્શક

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Anupam Kher and Mahesh Manjrekar ને મહારાષ્ટ્ર ફિલ્મ પુરસ્કાર મળ્યો
    • ઉત્તરકાશી દુર્ઘટના પર Sara Ali Khan નું દુઃખ છલકાયું, લખ્યું- મારું હૃદય હચમચી ગયું છે
    • શું Sandeep Reddy Vanga ની ’એનિમલ’ ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મની નકલ છે,દિગ્દર્શક
    • South star Dhanush અને બોલિવૂડની મજબૂત અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે જોવા મળ્યા
    • Trump ની ધમકી વિરુદ્ધ રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારત પ્રથમ નીતિ
    • તંત્રી લેખ…કુદરતની ચેતવણી
    • વૃદ્ધાવસ્થામાં માતા-પિતા સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરવાની સખત જરૂર :Kerala High Court
    • President ભવનમાં રાષ્ટ્રપતિને પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અચાનક મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ
    અન્ય રાજ્યો

    BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પૂર્વ IPL ફ્રેન્ચાઈઝી કોચી ટસ્કર્સ કેરળ અને BCCI વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈમાં BCCIને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે BCCIને કોચી ટસ્કર્સને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2011માં IPL ટીમ કોચી ટસ્કર્સ કેરળને ટર્મિનેટ (બહાર) કરી દીધી હતી. ત્યાર બાદથી જ ટીમ માલિકો અને BCCI વચ્ચે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, BCCI એ ટીમ માલિકોને 539 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, કારણ કે ટીમને નિયમો પ્રમાણે કોઈ નક્કર કારણ વિના બહાર કરવામાં આવી હતી.

    એકંદરે 2011માં કોચી ટસ્કર્સ કેરળ (KTK) ની IPL ટીમને હટાવવા મામલે BCCI ને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે 2015માં BCCI વિરુદ્ધ આપેલા નિર્ણયને યથાવત રાખ્યો છે અને તેને કુલ 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

    આ અંતર્ગત 385.50 કરોડ રૂપિયા કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ (KCPL)ને અને 153.34 કરોડ રૂપિયા રેન્ડેઝવસ સ્પોર્ટ્સ વર્લ્ડ (RSW) ને ચૂકવવા પડશે. કોચી ટસ્કર્સ કેરળ ટીમ માત્ર 2011માં IPL રમી હતી અને તે સીઝનમાં 10 માંથી આઠમા સ્થાને રહી હતી. તે સિઝનમાં ટીમની કેપ્ટનશીપ નેતૃત્વ શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્ધને કરી હતી. ટીમ KCPL અને RSWની માલિકીની હતી.

    સપ્ટેમ્બર 2011માં BCCI એ ટીમને એવું કહીને બહાર કરી દીધી હતી કે, તમે સમયસર બેંક ગેરંટી નથી આપી. KCPL અને RSWએ 2012માં મધ્યસ્થી કાર્યવાહી શરૂ કરી હતી અને કહ્યું હતું કે કરારને આ રીતે ખતમ કરવું એ ખોટુ છે. મધ્યસ્થી ટ્રિબ્યુનલે 2015માં તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેણે KCPL ને 384.8 કરોડ રૂપિયાથી વધુનું વળતર, વ્યાજ અને ખર્ચની સાથે-સાથે RSW ને 153.3 કરોડ રૂપિયાથી વધુનું વળતર પરત કરવાનો આદેશ આપ્યો હતો. BCCI એ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

    આ મામલે  જસ્ટિસ રિયાઝ આઈ ચાગલાએ કહ્યું કે, આ કેસમાં કોર્ટની શક્તિ આર્બિટેશન એક્ટના સેક્શન 34 હેઠળ ખૂબ જ મર્યાદિત છે. તેમણે એમ પણ કહ્યું કે, BCCI એ બેંક ગેરંટીનો ખોટી રીતે ઉપયોગ કર્યો, જે KCPL સાથેના કરારનું ઉલ્લંઘન હતું. તેથી મધ્યસ્થ (arbitrator)નો નિર્ણય સાચો હતો. BCCI ને આગામી 6 અઠવાડિયામાં અપીલ કરવાની તક આપવામાં આવી છે.

    કોચી ટસ્કર્સ કેરળ (KTK) એ હવે બંધ થઈ ચૂકેલી IPL ફ્રેન્ચાઈઝી છે, જે કોચી (કેરળ) શહેરનું પ્રતિનિધિત્વ કરતી હતી. આ ટીમને 2011ની IPL સીઝન માટે સામેલ કરવામાં આવી હતી, તે જ વર્ષે પુણે વોરિયર્સ ઈન્ડિયા પણ નવી ટીમ તરીકે જોડાઈ હતી. આ ટિમની માલિકી કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડની હતી,  જે ઘણી કંપનીઓનું એક કન્સોર્ટિયમ હતું. KTK માત્ર એક જ સીઝનમાં રમી હતી, ત્યારબાદ BCCIએ આ ટીમને 2012માં ટર્મિનટ કરી દીધી હતી.

    BCCI ordered Bombay-High-Court Kochi Tuskers Kerala Rs 539 crore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    BCCI વિરાટ કોહલી, રોહિત શર્મા સાથે ‘સ્પષ્ટ વાત’ કરશે ; 2027 વર્લ્ડ કપ રમવો અનિશ્ચિત

    August 6, 2025
    અન્ય રાજ્યો

    Uttarakhand બાદ હિમાચલમાં મેઘતાંડવ : 400 યાત્રાળુઓનુ રેસ્કયુ : 3 નેશનલ હાઈવે બંધ

    August 6, 2025
    ખેલ જગત

    Cricketers નું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે

    August 6, 2025
    ખેલ જગત

    Virat Kohli એ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રખ્યાત કૃષ્ણાને જીતના વાસ્તવિક હીરો ગણાવ્યા

    August 5, 2025
    ખેલ જગત

    The Hundred tournament ઇંગ્લેન્ડમાં શરૂ થશે, લોડર્‌સમાં ૮ ટીમો ભાગ લેશે

    August 5, 2025
    ખેલ જગત

    સિરીઝમાં Siraj ‘best ’: ‘રોનાલ્ડો સ્ટાઈલ’માં સ્ટેમ્પ ઉખેડી

    August 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Anupam Kher and Mahesh Manjrekar ને મહારાષ્ટ્ર ફિલ્મ પુરસ્કાર મળ્યો

    August 6, 2025

    ઉત્તરકાશી દુર્ઘટના પર Sara Ali Khan નું દુઃખ છલકાયું, લખ્યું- મારું હૃદય હચમચી ગયું છે

    August 6, 2025

    શું Sandeep Reddy Vanga ની ’એનિમલ’ ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મની નકલ છે,દિગ્દર્શક

    August 6, 2025

    South star Dhanush અને બોલિવૂડની મજબૂત અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે જોવા મળ્યા

    August 6, 2025

    Trump ની ધમકી વિરુદ્ધ રાષ્ટ્રીય હિત સર્વોપરી, ભારત પ્રથમ નીતિ

    August 6, 2025

    તંત્રી લેખ…કુદરતની ચેતવણી

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Anupam Kher and Mahesh Manjrekar ને મહારાષ્ટ્ર ફિલ્મ પુરસ્કાર મળ્યો

    August 6, 2025

    ઉત્તરકાશી દુર્ઘટના પર Sara Ali Khan નું દુઃખ છલકાયું, લખ્યું- મારું હૃદય હચમચી ગયું છે

    August 6, 2025

    શું Sandeep Reddy Vanga ની ’એનિમલ’ ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મની નકલ છે,દિગ્દર્શક

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.