Surendranagar,તા.29
વડોદરા જામનગર ઇન્ટરસિટી ટ્રેનમાં ભિક્ષુક નું મોત થયું છે વડોદરા થી જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન બીમારીથી પીડિત ભિક્ષુકનું બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે થાનગઢ ખાતે રેલવે પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભિક્ષુકને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને હાજર તબિબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ અંગે પોલીસને જાણ કરી ભિક્ષુકના મૃતદેહને પીએમ કરાવવામાં આવ્યું હતું ભિક્ષુકની ઉંમર અંદાજિત 60 વર્ષ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પરિવારજનોની શોધ કોડ પણ પોલીસ વિભાગ અને રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે હાલની પરિસ્થિતિમાં ભિક્ષુક વૃદ્ધનું પીએમ કરાવી અને કોલ્ડ સ્ટોરેજમાં ડેડ બોડી મૂકવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

