Rajula, તા.09
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-૧૦ નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે રાજુલા શહેરમાં આવેલ વિવિધ ખાનગી શાળાઓનું ઉજ્જવળ પરીણામ મેળવ્યું હતું. જેમાં નોબલ વર્લ્ડ સ્કૂલની વિદ્યાર્થિની જોષી ધાર્મિ ૯૯.૦૬ પીઆર મેળવેલ તથા ૧૦ વિધાર્થીઓએ ૯૦ થી ૯૯ પીઆર મેળવ્યા હતા. તેમજ સરસ્વતી વિદ્યાલયના ૮ વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે બાલક્રિષ્ના વિદ્યાપીઠના ૭ વિધાર્થીઓએ ૯૦ થી ૯૯ પીઆર મેળવ્યા તથા ૩ વિધાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેમજ ઓમ ગ્રુપ ઓફ સ્કુલનુ શ્રેષ્ઠ પરીણામ આવ્યું હતું. જેમાં ૧૯ વિધાર્થીઓએ ૯૦ થી ૯૯ પીઆર મેળવ્યા તેમજ ૯ વિધાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે આર.કે. સાયન્સ સ્કૂલ તથા જ્ઞાન જ્યોત સ્કુલનું શ્રેષ્ઠ પરીણામ આવ્યું હતું. રાજુલાની તમામ ખાનગી શાળાઓનું ધોરણ-૧૦ નું પરીણામ આવતા તમામ વિધાર્થીઓને શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા