રાજધર્મ સાથે સમાજ સેવાની તકને ધર્મકાર્ય જણાવતા મંત્રી શ્રી બાબરીયા
Rajkot તા. 23
રાજકોટ નજીક આવેલ હેપ્પી વિલેજ ખાતે બ્રહ્માકુમારી ડાયમંડ જ્યુબિલીની ઉજવણીમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સામેલ થયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજકાર્ય સાથે સમાજ સેવાની તક ધર્મકાર્ય સમાન છે.સામાન્ય રીતે પ્રભુ પ્રાર્થના સમયે પણ લોકો અનેક માંગણીઓ કરતા હોય છે પરંતુ જો ઈચ્છાઓ ઓછી રાખવામાં આવે તો સુખ નજીક જ છે તેવો સંદેશ આપતી આ સંસ્થા સમાજના ચરિત્ર નિર્માણમાં સિંહફાળો આપી રહી છે, જે ખૂબ સરાહનીય છે.
આ તકે બ્રહ્માકુમારી સંસ્થાના સેક્રેટરી રાજયોગી બ્રિજ મોહનભાઈજી, રાજયોગીનીઓ ભારતી દીદી, ચંદ્રિકા દીદી તથા ભારતભરમાંથી પધારેલ ૧૫૦૦થી વધુ અનુયાયી બહેનો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.