હૈદરાબાદ અને કોલકત્તા ઇલેવન વચ્ચે 20 ટ્વેન્ટી મેચ પર રન ફેર નો હાર જીતનો જુગાર રમતો ‘તો
Rajkot,તા.26
શહેરના કેનાલ રોડ નજીક કરણસિંહજી મેઇન રોડ પર યશ હોટલ પાસે નજીક જાહેરમાં મોબાઈલ આઈડી પર 20- ટ્વેન્ટી મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો ભરત ચાવડીયાને ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવી લઈ રૂપિયા 50,000 ની કિંમત નો મોબાઇલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં વાંકાનેર ના જયેન્દ્રસિંહ ઝાલા નામના બુકી પાસેથી આઈડી મેળવી અને ક્રિકેટના રનફેરનો જુગાર રમતા હોવાનું ખુલ્યું છે. મોબાઈલ ક્રિકેટ સત્તાના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે. વધુ વિગત મુજબ આઈ પી એલ ટુર્નામેન્ટ નો પ્રારંભ થતાં ક્રિકેટના સટોડીયાઓ દ્વારા રન ફેન નો જુગાર રમાડતા હોવાની પોલીસ કમિશનર બ્રજેશ ઝાની ધ્યાને આવતા જુગારની બધી ને કડક હાથે ડામી દેવા આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી આઈ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે હૈદરાબાદ અને કોલકત્તા ઇલેવન વચ્ચે 20-20 મેચ પર કરણ પરા વિસ્તારમાં આવેલા આંબેવ મકાનમાં રહેતા ભરત ગિરીશ ચાવડીયા નામનો શખ્સ કેનાલ રોડ નજીક આવેલ કરણસિંહજી મેઇન રોડ પર આવેલી યશ હોટલ નજીક રનફેરનો જુગાર મોબાઇલમાં આઈડી મારફતે જુગાર અને કપાત કરતો હોવાની હેડ કોન્સ્ટેબલ અરવિંદ કુમાર ફતેપરા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ભરત ચાવડીયા ne મોબાઇલમાં જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા 50,000 ની કિંમત નો મોબાઇલ કબજે કર્યો છે. ઝડપાયેલા ભરત ચાવડીયા ની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે વાંકાનેર ના જયેન્દ્રસિંહ ઝાલા નામના પાસેથી આઈડી મેળવી તેમાં જુગાર રમી અને રમાડતા હોવાની કબુલાત આપતા પોલીસે જયેન્દ્રસિંહ ઝાલા ની શોધ ખોળ આદરી છે. આ મોબાઇલમાં એપ્લિકેશનમાં ક્રિકેટની આઈડી હોવાથી તેના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.