Bhavnagar,તા.22
જીએસટીને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતો-ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં અલ્ફાજ સાહિદભાઇ કાજી (રહે.ભાવનગર ) હાલ ભાવનગર શહેર, બાર્ટન લાઇબ્રેરી સામે, રોડ ઉપર હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે સ્ટાફે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી અલ્ફાજ કાજી ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ઘરેલ છે.