Bhavnagar,તા.29
ભાવનગરના વતની અને હાલ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમત માં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત પોલીસ નું ગૌરવ વધારેલ છે. 11મી લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ કેલી કોલમ્બિયા ખાતે તા. 17 થી 23 નવેમ્બર 2024 દરમિયાન યોજાયેલ. જેમાં ગુજરાતમાંથી પ્રથમ અને એક માત્ર મહિલા ખેલાડી વુ.હે.કો પ્રિયંકા ધીરજલાલ પરમાર પોલીસ મુખ્ય મથક અમદાવાદ શહેર એ બેડમિંટન રમત માટે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા ગયેલ.
જેેમાં બેડમિંટન મહિલા સિંગલમાં ગોલ્ડ અને બેડમિંટન મિક્ષ ડબલ્સમાં ગોલ્ડ એમ બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા છે. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં અલગ અલગ 14 જેટલા દેશો અને 3000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધેલ. ભારત પોલીસનું નામ અમેરિકામાં રોશન કરનાર પ્રથમ મહિલા બેડમિંટન ખેલાડી બે ગોલ્ડ મેડલ સાથે ઈતિહાસ રચી દીધેલ છે.