Bhavnagar,તા.22
મહુવા તાલુકાના દેગવડા ગામમાં કુટુંબી ભાઈઓ વચ્ચે ચાલતી તકરાર અને અગાઉ કરેલ પોલીસ ફરિયાદની દાઝ રાખી કુહાડી અને લોખંડના પાઇપ વડે કરવામાં આવેલ હુમલામાં પાંચ વ્યક્તિને નાની-મોટી ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મહુવા તાલુકાના દેગવડા ગામમાં રહેતા હેમરાજસિંહ મેરુભા ગોહિલને તેમના કુટુંબી કાકા સાથે છેલ્લા ૧૫ વર્ષથી જમીન બાબતે વાંધો ચાલ્યો આવતો હોય તેમ જ અગાઉ પોલીસ ફરિયાદ પણ થયેલ હોય તે બાબતની દાઝ રાખી ગત તા.૧૬/૧૧ ના રોજ ગ્રામ પંચાયત પાસે જયુભાઈ ભાણુભાઈ પઢિયાર, હરપાલસિંહ ભાણુભાઈ પઢિયાર, શૈલેષ ભાણુભાઈ પઢિયાર, હમીર લખુભાઇ ગોહિલ અને પ્રભાતસિંહ માનસંગભાઈ ગોહિલ તેમના કાકાના દીકરા નિલેશભાઈ શિવુભાઈ સાથે બોલાચાલી કરી હથિયારો વડે હુમલો કરતા હેમરાજસિંહ મેરુભા ગોહિલ, દિલુભાઇ શિવુભાઈ ગોહિલ, જીલુભાઈ જવાનસંગભાઈ ગોહિલ, રાહુલભાઈ ઉમેસંગભાઈ ગોહિલ ને નાની મોટી ઈજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. મારામારીની આ ઘટના અંગે હેમરાજસિંહ મેરુભા ગોહિલ ( રહે. દે, વાડી વિસ્તાર તા. મહુવા ) એ જયુભાઈ ભાણુભાઈ પઢિયાર, હરપાલસિંહ ભાનણુભાઈ પઢીયાર, શૈલેષ ભાણુભાઈ પઢીયાર, હમીરભાઈ તખુભાઈ ગોહિલ ( રહે. તમામ દેગવડા ) અને પ્રભાતસિંહ માનસંગભાઈ ગોહિલ ( રહે. જાંબુડા તા. મહુવા ) વિરુદ્ધ બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.