Bhavnagar,તા.23
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 76 સરદાર વલ્લભભાઈ પટેલમાં મોડીરાત્રે અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી, ઘટનાની જાણ ફાયર બ્રિગેડ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જાણવા મળતી વિગતો મોડી રાત્રે ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો કે, શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા નંબર 76 સરદાર વલ્લભભાઈ પટેલ શાળાના બીજા માળે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, આ અંગે તાત્કાલિક ફાયરવિભાગેને જાણ કરતા તત્કાળ ઘટના સ્થળે પહોંચી એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ પર એક કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો, આ આગમાં શાળામાં રહેલ ફર્નિચર તથા ચોપડા બળીને ખાખ થઈ ગયા હતા.