Bhavnagar,તા.30
ભાવનગર શહેર જિલ્લામાં ચકચાર જગાવનાર એક ચાર વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને પોલીસે ઝડપી લીધો હતો અને ભાવનગર ના ઈ.ચા.ત્રીજા એડી. સેશન્સ જજની અદાલત સમક્ષ રજૂ કરી પોલીસ તંત્ર દ્વારા રીમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપી ને બે દિવસ ના રીમન્ડ મંજૂર કર્યા હતા. આવા નરાધમ આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલાં ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .
બનાવ અંગેની વિગતો મુજબ વરતેજ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં રહેતા આરોપી અજય પરમાર ઉ.વ.21 એ ચાર વર્ષની માસુમ બાળાને ચોકલેટની લાલચ આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચાર્યુ હતુ. દરમિયાન બાળા રડતા રડતા ધરે પહોચતા તેની માતાને કહેતા તેની માતાએ વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમ આરોપીને ઝડપી લીધો હતો.
ભાવનગરના ઈ.ચા.ત્રીજા એડી. સેશન્સ જજ ની અદાલત સમક્ષ રજૂ કરી પોલીસ તંત્ર દ્વારા રીમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીના બે દિવસ ના રીમન્ડ મંજૂર કર્યા હતા. આવા નરાધમ આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલાં ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

