Bhavnaga, તા.21
ભાવનગરમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-4380 તથા બિયર ટીન-936 સહિત કુલ રૂ.10,99,320/- ના મુદ્દામાલ સાથે એક શખ્સ ને. ઝડપી લીધો છે જ્યારે ત્રણ શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે વરતેજથી કમળેજ તરફ જતા રોડ ઉ5ર રેલ્વે ફાટક ક્રોસ કર્યા બાદ રમેશ જાજડીયાની વાડીમાં આવેલ મકાનની ઓરડીમાં કમળેજના રહેવાસી શૈલેષભાઇ ગોરધનભાઇ દેલવાડીયાએ ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો રાખેલ છે.
ત્યાં રેઇડ કરતાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ તથા રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક નાની-મોટી બોટલો તથા બિયર ટીન ભરેલ પેટીઓ સાથે શૈલેષ ગોરધનભાઇ દેલવાડીયા ઉ.વ.34 ધંધો-મજુરી રહે. પ્લોટ વિસ્તાર, કમળેજ તા.જી.ભાવનગર ઝડપાયો હતો .જ્યારે રાહુલભાઇ ઉર્ફે ચીની જયેશભાઇ રહે.વણકરવાસ, ભાવનગર, શરદ પાંચભાઇ ખાખડીયા રહે.કમળેજ તથા આર.કે. રહે.સાંચોર, રાજસ્થાન ને ઝડપી લેવા તજવીજ ધરી છે.
પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-4380 તથા બિયર ટીન-936 ,એન્ડેવર ફોર વ્હીલ કાર રજી નંબર-ૠઉં-12-અઊ-8751,મોબાઇલ ફોન મળી કુલ રૂ.10,99,320/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.
દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, પી.ડી.ઝાલા તથા સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા જોડાયા હતા.