Bhavnagar તા.૨૦
ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ.૧૫.૫૦ લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક કેસરી કલરનો આઇસરમાં ઉપર કાળા કલરની તાલપત્રી બાંધેલ છે. તેમા ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નિલમબાગ સર્કલ થઇ મંત્રેશ સર્કલ તરફ આવે છે.
જે બાતમી આધારે હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી આઇસર ટ્રકને પકડી લઇ ટ્રકમાં જોંતા ડ્રાઇવર કેબીનની પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળુ દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલ તેમાં ઇગ્લીંશ દારૂ સંતાડેલ હતો. પોલીસે વિદેશી દારૂની ૮,૫૪૪ બોટલો કિંમત રૂ. ૯,૬૩,૩૬૦ સહિત કુલરૂ.૧૫,૬૪,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એલ.સી.બી. તથા પેરોલ ફ્લોએ વિદેશી દારૂનો જથ્થો, આઇસર ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૫,૬૪,૪૬૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક આકાશભાઇ ઉર્ફે બલાડ મનસુખભાઇ પરમાર તથા તેની સાથે રાકેશભાઇ ઉર્ફે કાળુ પ્રવિણભાઇ સાચીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.