Bhavnagar, તા.2
ભાવનગરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-520 કિ.રૂ.75,400/- સહિત કુલ રૂ.2,85,900/- નો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી લીધો છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ શહેર માં પેટ્રોલિંગમાં ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલ્વા રહે.પ્લોટ નંબર-529, ખોડિયાર સોસાયટી, નવી માણેકવાડી,ભાવનગરવાળાના માણસો અજય મનસુખભાઇ કંટારીયા રહે. ટી.વી. કેન્દ્દ સામે, ભાવનગર તથા કેતન વિનોદભાઇ શિયાળ રહે.ઘોઘા રોડ,ભાવનગરવાળા ઇમરાન ઉર્ફે બોબડાના રહેણાંક મકાન પાસે રોડ ઉપર તેઓના કબ્જા-ભોગવટાની સીલ્વર કલરની ઇકો કાર રજી.નંબર-GJ-04-EE-5753માં ખાના બનાવી તેમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો હેરફેર કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ સ્ટેટ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ હતી.
પોલીસે અજય મનસુખભાઇ કંટારીયા ઉ.વ.30 ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ નંબર-1368, ટી.વી. કેન્દ્દ સામે, ઘોઘા સર્કલ, ભાવનગર તથા કેતન વિનોદભાઇ શિયાળ ઉ.વ.27 ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-1405, શેલ પેટ્રોલ પંપ સામે, ઘોઘા રોડ, ભાવનગર ને ઝડપી લીધો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલ્વા રહે.પ્લોટ નંબર-529, ખોડિયાર સોસાયટી, નવી માણેકવાડી, ભાવનગર ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.