Bhavnagar,તા.૨૪
જિલ્લાની કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવા ગયેલી કોંગ્રેસ ચેમ્બરમાં જ ધરણા ઉપર બેસી જતા મામલો ગરમાઇ ગયો હતો. નાયબ કલેકટર દ્વારા તેમની રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની ખાતરી આપવા છતાં પણ કોંગ્રેસે માંગ યથાવત રાખતા પોલીસને ના છૂટકે અટકાયત કરવાની ફરજ પડી હતી.
“ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન ખાતાનો ઉપયોગ કરીને ફોર્મ નંબર ૭ ઢગલાબંધ રીતે સબમિટ કરવામાં આવી રહ્યા છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેનું પ્રમાણપત્ર અને રહેઠાણ બદલે તો તેનો પુરાવો જોડીને ફોર્મ નંબર ૭ ભરવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા ઢગલાબંધ કઈ રીતે ફોર્મ ભરવામાં આવ્યા તેને પગલે અમે આવેદનપત્ર આપ્યું છે.” – લાલભા ગોહિલ, કોંગ્રેસ શહેર પ્રમુખ, ભાવનગર
ભાવનગર શહેરમાં કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા એસઆઇઆરની પ્રક્રિયાને પગલે ૭ નંબરના ફોર્મના મુદ્દાને લઈ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપીને કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો નાયબ કલેકટરની ચેમ્બરમાં ધરણા ઉપર બેસી જતા પોલીસે ના છૂટકે અટકાયત કરવાની ફરજ પડી હતી. કોંગ્રેસે ફોર્મ નંબર ૭ને લઈને આક્ષેપો કર્યા છે.
ભાવનગર નાયબ કલેકટર એન. ડી ગોવાણીએ જણાવ્યું હતું કે “કોંગ્રેસ દ્વારા એસઆઇઆરની પ્રક્રિયાને લઈને આવેદનપત્ર આપને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતન અમે ઉચ્ચ કક્ષાએ તેમ મોકલવામાં આવશે. જો કે તેની આગળ નાયબ કલેકટરે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નોહતો. પોલીસ દ્વારા તમામ કોંગ્રેસીઓની અટકાયત કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.
ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમની ચેમ્બરમાં ધરણા ઉપર બેસી ગયા હતા અને માંગ કરી હતી કે ૭ નંબરના ફોર્મ સબમીટ કરવામાં આવ્યા છે, તે તમામને આદેશ આપવામાં આવે અને વેરિફિકેશન કરવામાં આવે અને જવાબદાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે.
જો કે નાયબ કલેક્ટર દ્વારા આ મામલે તેમને રજૂઆત ઉચ્ચકક્ષા સુધી પહોંચાડવાના લઈને આશ્વાસન આપવા છતાં કોંગ્રેસ અડીખમ વિરોધ કરતા પોલીસે અટકાયત કરવાની ફરજ પડી હતી.

