એલસીબી પેટ્રોલિંગમાં ઝડપાયેલા યુવાને ઘરફોડ અને વાહન ચોરીનો લાખોનો મુદ્દામાલ કબજે કર્યો
Bhavnagar,તા.30
ભાવનગર એલસીબી એ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વાહન અને ઘર ફોડ ચોરીના આરોપીને ઝડપી આગવી ઢબે પૂછપરછ કરતા અઢી લાખ રૂપિયાના મુદ્દા માલ રિકવર કરીને પોલીસે ઘરફોડી અને વાહન ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી લેવાનો યશ મેળવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ૨૯/૭ના રોજ ભાવનગર એલસીબી ના પેટ્રોલિંગ દરમિયાન અગાઉચોરીના ગુનામાં પકડાયેલઅલફેઝ અબુ બેલીમ રહે મોતી તળાવ કુંભારવાડા વાળો સરકારી વસાહત પાછળ બાવળની કાટ માંથી મોટરસાયકલ સાથે ઝડપાયો હતો તેની પૂછપરછમાં તેણે વિજય રાજનગરમાં થી એક્સેસ સ્કૂટર અને ઘરફોડી કર્યાનો કબૂલી લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ ઘડિયાળ ૮,૮૦૦ની રોકડ હોન્ડા બાઇક એક્સેસ સ્કૂટર સોનાનો ચેન વીંટી રુદ્રાક્ષ અને ચાંદીની વીંટી મળી ફૂલ રૂપિયા ૨,૪૬૧૦૦ નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો ઝડપાયેલા અલફેઝ પર નીલમ બાગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ ગુના નોંધાયેલા છે.

