Bhavnagar તા.4
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં અનેક સ્થળો પરથી ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે.શેત્રુંજી નદી ને ખોદી,કુદરતી સૌંદર્ય આપતો તળાજા પંથકનો દરિયા કિનારો ખોદીને વર્ષો થી રેતી ઉલેચાતી રહી છે ત્યારે આજે જિલ્લાના ભૂસ્તર વિભાગે અલંગ પોલીસ ને સાથે રાખીને તળાજા તાલુકાના ભેસવડી ગામે માલિકી ની જગ્યા માંથી અલગ અલગ ત્રણ સ્થળો પર ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરી માટી મળી ખનન માટેના સાધનો,જેસીબી અને ટ્રક મળી કુલ સવા કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે.
જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી બી.એમ.જાલોનધરા પાસેથી મળતી વિગતો મુજબ ભેસવડી ગામના વિજયસિંહ ગોહિલ ની માલિકી ની જગ્યા અલગ અલગ ત્રણ સ્થળો પરથી રેતી ખનન થતી હોવાનું ધ્યાને આવેલ હતું.જેને લઇ અલંગ પોલીસ ને સાથે રાખી રેડ કરી હતી.રેડ દરમિયાન તંત્ર ને અહીંથી રેતી ચાળવાના ચારણા 4, નવા ગામના યોગરાજસિંહ વખતસિંહ ગોહિલ અને વિજયસિંહ પરબતસિંહ ગોહિલ ના જેસીબી,ડમ્પર ટ્રક,અન્ય સાધનો મળી સવા કરોડ રૂપિયાના સાધનો સહિત કબ્જે લઈ અલંગ પોલીસ મથકે સોંપી દીધી હતા.
તેઓએ જણાવ્યું હતુ કે ખનન અટકાવવા ની જવાબદારી નક્કી કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે.જેમાં ગૌચર હોય તો તલાટીની જવાબદારી છે. સરકારી પડતર અને રેવન્યુ વિભાગની જમીનમાંથી ખનન થતું હોય તો સર્કલ અને રેવન્યુ મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
આ લોકો રેડ કરી ન શકે પરંતુ ખનીજ વિભાગ નું ધ્યાન દોરવું આવશ્યક છે. આ વિસ્તારના સર્કલ અને રેવન્યુ વિભાગ દ્વારા ભૂસ્તર વિભાગ ને આ બાબતે જાણ કરવામાં આવી નહતી.આથી સવાલ એ ઉદ્દભબી રહ્યા છે કે કયા કારણોસર રેવન્યુ વિભાગ ચૂપ રહ્યું ?
ભેંસવડી ગામની માલિકી ની જગ્યા માંથી દિવસે ખુલ્લેઆમ મોટા મોટા સાધનો વડે ખનન થતું હતું.જે.સી.બી અને ડમ્પર જેવા વાહનો દોડાવવા મા આવી રહ્યા હતા.ત્યારે સવાલ એ ઉદ્દભવે છેકે કોના પીઠબળ થી આ કાર્યવાહી ચાલી રહી હતી.તંત્ર એ ઝડપેલાં વાહન મા જેમાં એક વાહન મા નંબર પ્લેટ પાછળ નિયમ મુજબ ન હોવાનું સામે આવ્યું છે.જે કાયદા નો ભંગ કરે છે.

