Kodinar.તા.07
ભાવનગરની ભાગોળે સોમનાથ હાઈવેને અડીને આવેલ શિવકુંજ ધામ ખાતે જયાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આખો દિવસ લઘુરુદ્ર શિવાભિષેક અને મહા આરતી, દિપમાળ સાથે પૂજા થઈ રહી છે તે સ્ફટિક શિવલિંગની 1000 એટલે કે સહસ્ત્ર કમળથી મહાપૂજા પૂજય સીતારામ બાપુ ના હસ્તે કરવામાં આવી હતી શ્રાવણ શુક્લ એકાદશી એ આ પૂજાનું મહત્વ ખૂબ જ હોય છે . શ્રી હરિ વિષ્ણુએ ભગવાન શિવને સહસ્ત્ર કમળ ચડાવીને શિવને પ્રસન્ન કરી સુદર્શન ચક્રની ભેટ શિવજી પાસેથી મેળવી હતી . માં લક્ષ્મીજીએ પણ સ્ફટિક શિવલિંગ પૂજા કરીને ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું.
શિવકુંજ ધામ જ્યાં ભગવાન ભવનાથ મહાદેવ સાથે ભૂરખિયા હનુમાન છે અને સિદ્ધિવિનાયક દેવની દિવ્ય મૂર્તિઓની પૂજા પણ સતત ચાલુ હોય છે આશ્રમ પરિવાર દ્વારા દર વર્ષની જેમ શ્રાવણ માસે એક લાખ બિલીપત્ર ચડાવવા ના અનુષ્ઠાનને સતત ચાલુ રખાય છે અને બ્રાહ્મણો દ્વારા પૂજા અભિષેક રુદ્રાભિષેક લઘુરુદ્ર અને દિપમાળ થાય છે આશ્રમમાં તમામ દર્શનાર્થિઓ માટે હરિહર એટલે કે મહાપ્રસાદ ની વ્યવસ્થા કાયમ રહે છે .