Chandigarh,તા.27
નંબર બોલે છે.. જો આ વાત કારના નંબર પ્લેટ માટે સાચી પડે છે. ધનવાનો કે પછી ખુદને અન્યથી અલગ- શક્તિશાળી માનતા લોકો પોતાના વાહન માટે ખાસ રજીસ્ટ્રેશન નંબર મેળવવામાં નાણા ખર્ચતા અટકતા નથી અને અનેક વખત વાહનની કિંમત કરતા પણ રજી. નંબર પ્લેટ માટે ખાસ નંબરમાં જંગી નાણા ખર્ચ છે તેમાં હવે હરિયાણામાં એક માલેતુજારે તેની કારના એચ.આર.88બી8888 નંબર માટે રૂા.1.17 કરોડની બીડ ભરીને સૌને ચોંકાવી સીધા હતા.
ભૂતકાળમાં આ પ્રકારે હરિયાણાએ એચ.આર.22 ડબલ્યુ 2222 નંબર માટે રૂા.37.91 લાખ ચુકવાયા હતા પણ હવે તે રેકોર્ડને અત્યંત પાછળ રાખી દેવાયા છે. આ કુલ 1.17 કરોડની બોલીનો પ્રારંભ રૂા.50000થી થયો હતો અને કુલ 45 બીડ આવ્યા બાદ 1.17 કરોડની રકમ ફાઈનલ બીડ આવી હતી. આ નંબરમાં 88 એ જીલ્લાનો કોડ નંબર છે.
બી સીરીઝ છે અને ચાર આંકડાએ યુનિક નંબર છે જેમાં `બી’ એ નંબર 8 જેવો જ દોરી શકાય છે. આમ આ નંબર પ્લેટ એ ભારતની સૌથી મોંઘી વાહન નંબર પ્લેટ મેળવનાર હીસ્સારના સુધીર નામના ધનકુબેર હોવાનું જાહેર થયું છે.
જો કે આ હજુ ફાઈનલ બીડ છે. ખરેખર નાણા ચુકવાયા બાદ જ આ નંબર તેને ફાળવાશે. હાલ તો તેણે ફકત રૂા.11000 જ જમા કરાવ્યા છે. જો બાકીની રકમ જમા નહી કરાવે તો આ રકમ પરત મળશે નહી.

