New Delhi તા.1
આજે 1 ડિસેમ્બરથી અનેક ફેરફારો થઈ રહ્યા છે, જેની આમ આદમીના ખિસ્સા પર અને જીવન પર અસર પડશે. રાંધણગેસ અને વિમાન ભાડામાં ફેરફાર ઉપરાંત આધારકાર્ડ, અપડેટ, યુપીએસની અંતિમ તારીખ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફેરફાર આધાર-પાનકાર્ડ લિંક યુપીએસની અંતિમ તારીખ સહિત મામલે ફેરફાર થઈ શકે છે.
ઘટી શકે છે વ્યાજદર: આરબીઆઈની મોનિટરી પોલીસી કમીટી (એમપીસી)ની મિટીંગ 3થી5 ડિસેમ્બર સુધી ચાલશે. આ મીટીંગમાં આરબીઆઈ વ્યાજ દર 0.25 ટકાથી ઘટાડીને 5.25 ટકા કરી શકે છે. જો આમ થાય તો લોન સસ્તી થઈ શકે છે અને હપ્તો પણ ઘટી શકે છે.
લેટ ફી સાથે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર: એસેસમેન્ટ પર 2025-26 (ફાયનાન્સીયલ પર 2024-25)ની નિશ્ર્ચિત તારીખ બાદ ઈન્કમટેકસ રિટર્ન (આઈટીઆર) ભરવાની છેલ્લી તક 31 ડિસેમ્બર 2025 સુધીની છે. જો આઈટીઆર ફાઈલ નથી કરતા તો ઈન્કમટેકસની નોટિસ મળી શકે છે.
ટેકસ ઓડીટ આઈટીઆર ફાઈલીંગની ડેડલાઈન 10 ડિસેમ્બર: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસેસ (સીબીડીટી)એ ટેકસ ઓડિટ મામલા માટે ઈન્કમટેકસ રિટર્ન (આઈટીઆર) ફાઈલ કરવાની ડેડલાઈન વધારીને 10 ડિસેમ્બર 2025 નકકી કરી છે.
આધાર સંબંધીત નિયમો: આધારના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.1 ડિસેમ્બરથી આધારને સરળતાથી અપડેટ કરી શકાશે. તેના પર નામ, સરનામુ, જન્મતારીખ અને મોબાઈલ નંબર જેવી જાણકારીને ઓનલાઈન અપડેટ કરી શકાય છે. આ અપડેટ પ્રક્રિયા અંતર્ગત ડેટા વેરિફીકેશન, પાન કાર્ડ કે પાસપોર્ટ જેવા સરકારી રેકોર્ડથી કરી શકાય છે. યુપીઆઈડીએઆઈએ નવુ- આધાર એપ પણ લોન્ચ કર્યું છે.
યુપીએસની અંતિમ તારીખ: યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની ડેડલાઈન 30 સપ્ટેમ્બરથી વધારીને 30 નવેમ્બર કરાઈ હતી. જો આ ડેડલાઈન વધારવામાં ન આવે તો જેમણે હજુ સુધી સર્ટીફીકેટ જમા નથી કરાવ્યા, તેમના પેન્શન રોકાઈ શકે છે.
પાન-આધાર લિંક: ડેડલાઈન 31 ડિસેમ્બર: ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નકકી કરી છે, આ નિયમ એ લોકો પર લાગુ છે, જેમણે 1 ઓકટોબર 2024થી પહેલા આધાર એનરોલમેન્ટ આઈડી પાન ઈસ્યુ થયા હતા. જો આમ સમયસર આધાર-પાન લિંક નથી કરાવતા તો પાન ડિએકટીવ થઈ જશે, જેની અસર આઈટીઆર ફાઈલીંગ, બેન્ક કેવાયસી, લોન લેવા અને સરકારી સબસીડી પર પડશે.
પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર: એલપીજી સિલિન્ડરની જેમ દર મહિને ઓઈલ કંપનીઓ પણ દર ભાવોની સમીક્ષા કરે છે. તેની કિંમત વૈશ્વિક બજારોના વલણો અને કરન્સી પર નિર્ભર રહે છે. જો 1 ડિસેમ્બરે કંઈ ફેરફાર થાય તો આમ જનના ખિસ્સા પર અસર પડી શકે છે.

