Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ
    અમદાવાદ

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૭

    Ahmedabad શહેરના પૂર્વ વિસ્તારમાં મ્યુલ એકાઉન્ટના કથિત મોટા કૌભાંડનો પર્દાફાશ થતાં તપાસ એજન્સીઓ સક્રિય બની છે. બાપુનગર પોલીસ હાલ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને મુખ્ય સૂત્રધાર તરીકે ચર્ચામાં આવેલા વરુણ સિદ્ધાર્થ વર્માની શોધખોળ તેજ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવેલા તથ્યોના આધારે માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ રાજ્ય સ્તરની એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

    આ સમગ્ર મામલો ડ્રાઇવર રવિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ સામે આવ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ફરિયાદના આધારે તપાસ શરૂ થતાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો, મ્યુલ એકાઉન્ટના ઉપયોગ અને વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સંભવિત નેટવર્ક અંગે તપાસ આગળ વધી રહી છે. તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગેંગ દ્વારા ૭૫થી વધુ મ્યુલ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોઈ શકે છે. પોલીસ વિવિધ બેંક ખાતાઓ, નાણાકીય લેવડદેવડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વિગતો એકત્રિત કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ આ એકાઉન્ટનો ઉપયોગ હવાલા, ઓનલાઈન ગેમિંગ, ક્રિકેટ સટ્ટા અને સાયબર ફ્રોડથી મળતા નાણાંની હેરફેર માટે થયો હોવાની સંભાવના પર તપાસ ચાલી રહી છે.

    આ કેસમાં દેવાંગ શ્રીમાળી, સન્ની રાય અને જયદીપ આહીર ઉર્ફે કટોરીના નામ પણ તપાસ દરમિયાન સામે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસે ગેંગ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવતા આરોપી ક્રિષ્ના પેન્ટાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન મળતી માહિતીના આધારે અન્ય સંભવિત સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

    પોલીસ વિવિધ એંગલથી તપાસ આગળ ધપાવી રહી છે. સુરતના કુખ્યાત ચિરાગ ગોટીની કાર્યપદ્ધતિ જેવી રીત અપનાવી સ્થાનિક સ્તરે પ્રભાવ ઉભો કરવાની કોઈ કોશિશ થઈ હતી કે કેમ તે મુદ્દે પણ તપાસ થઈ રહી છે. સાથે જ પાલડી એટીએસમાં નોંધાયેલા સોના અને રોકડ સંબંધિત કેસના કેટલાક આરોપીઓ સાથે કોઈ કડી જોડાય છે કે નહીં તે પણ તપાસનો મહત્વનો ભાગ બન્યો છે. તપાસ દરમિયાન મેઘ શાહ અને મહેન્દ્ર શાહ સાથે સંભવિત સાંઠગાંઠની શક્યતા અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ઉપરાંત અપહરણ, ગેરકાયદેસર રીતે બંધક બનાવી ખંડણી વસૂલવાના ગંભીર આરોપો તથા રાણીપ વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને કરોડોના સોના સંબંધિત કેસ સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    પોલીસને એવી પણ શંકા છે કે આ ગેંગ આર્થિક રીતે નબળા લોકો અને જરૂરિયાતમંદોને કમિશન અથવા પૈસાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતી હતી. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે થતો હોવાની શક્યતા પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.તપાસમાં એક રાજકીય એંગલ પણ સામે આવ્યો છે. કોંગ્રેસના એક કોર્પોરેટરના સગા સાથે કથિત ભાગીદારી અથવા સંબંધ હોવાના આરોપોની પણ ચકાસણી થઈ રહી છે. ઉપરાંત બે વર્ષ અગાઉ થયેલી કથિત બેઠક અને સમાધાનના મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ સમગ્ર કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્ય સૂત્રધાર તરીકે ચર્ચામાં રહેલા વરુણ સિદ્ધાર્થ વર્મા સુધી પોલીસ ક્યારે પહોંચશે અને શું આ સમગ્ર હવાલા, મ્યુલ એકાઉન્ટ અને સાયબર ફ્રોડના નેટવર્કનો સંપૂર્ણ પર્દાફાશ થશે. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે અને તમામ પાસાઓની ચકાસણી બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મંથન
    Next Article ઓએમજી-૨ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો: Paresh Rawal
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: થાઈલેન્ડ ટૂર પેકેજના નામે ફાઈનાન્સ એડવાઈઝર સાથે ૧૨ લાખની છેતરપિંડી

    October 15, 2026
    ગુજરાત

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026
    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો: Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 16:54
    Categories
    Latest News

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.