Mumbai,તા.03
બિગ બોસ ઓટીટીની ગઈકાલે ફિનાલે હતી. બિગ બોસ ઓટીટી સીઝન 3 ના હોસ્ટ એવરગ્રીન એક્ટર અનિલ કપૂર હતા. મોડલ અને અભિનેત્રી સના મકબૂલે બધાને પાછળ છોડીને બિગ બોસ OTT 3 ની ટ્રોફી જીતી છે. સના મકબૂલના રૂપમાં શોને તેનો વિજેતા મળ્યો છે.
સનાએ બિગ બોસના ઘરમાંથી લાખો રૂપિયાની કમાણી કરી
સનાને કૃતિકા મલિક, રણવીર શોરી, નેઝી, સાઈ કેતન રાવને હરાવ્યા છે. આ જીત માટે સનાને બિગ બોસ ટ્રોફી અને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે. આ સાથે 25 લાખ ઉપરાંત સનાએ બિગ બોસના ઘરમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરી છે.
એક રિપોર્ટ અનુસાર, સનાએ આ શોમાં આવવા માટે દર અઠવાડિયે લગભગ બે લાખ રૂપિયા ચાર્જ કર્યા છે. એકંદરે આ શો લગભગ 42 દિવસ ચાલ્યો. આવી સ્થિતિમાં 25 લાખ રૂપિયા સિવાય સના મકબૂલની ફી વધીને 12 લાખ રૂપિયા થઈ ગઈ છે. એકંદરે, સનાએ આ શોમાંથી 37 લાખ રૂપિયાની કમાણી કરી છે. શોની અંદર સના મકબૂલની સફર ઘણી રસપ્રદ રહી છે. શો જીત્યા પછી, સના મકબૂલે કહ્યું કે, પહેલા દિવસથી જ હું ટ્રોફી જીતવા માંગતી હતી અને મારુ લક્ષ્ય ટ્રોફી જ હતી… આજે જ્યારે મારી પાસે ટ્રોફી છે, ત્યારે હું આભારી છું અને મારા માટે વધુ આદર અનુભવું છું. સનાએ એમ પણ કહ્યું કે શોમાં તેના મોટાભાગના સહ-સ્પર્ધકો તેને પસંદ નથી કરતા.
સનાએ કહ્યું, “હું એનર્જી અને વાઇબ્સમાં વિશ્વાસ રાખું છું અને મારી આસપાસ કોઈ સકારાત્મકતા નહોતી. ઘરના 80 ટકા લોકો મને પસંદ નહોતા કરતા. જો હું સારું વર્તન રાખતી અને પોતાની ફીંલિગ્સને શેર કરતી તો લોકો મને જજ કરતા હતા. આનાથી મને મારી જાતને પ્રશ્ન કરવાની ફરજ પડી કે ,શું હું ખોટી હતી. આનાથી મારુ મનોબળ ઘટી ગયું હતું. તે બધા મને તેમની બાજુ કરવા માંગતા હતા, પરંતુ તે જાણતા ન હતા કે, સિંહણને ક્યારેય કાબૂમાં રાખી શકાતી નથી.”