Rajkot,તા.17
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણ ચોખ્ખુ થઈ ગયુ જ છે. માવઠામાં ભીનો થયેલો માલ સુકાઈ જવા સાથે યાર્ડમાં ખરીફ પાકોના ઢગલા થવા લાગ્યા છે.રાજકોટ યાર્ડમાં 1500 વાહનો ખડકાયા હતા. મગફળીની સિઝનની સૌથી મોટી આવક હતી. 90,000 મણ માલ ઠલવાયો હતો.
હરરાજીમાં 900 થી 1300 સુધીનાં ભાવ પડયા હતા. સોયાબીનમાં 1100 મણની આવકે ભાવ 860 થી 970 હતો. કપાસની 31000 મણની આવક હતી. ભાવ 1325 થી 1520 હતો. અડદની 14000 મણની આવકે ભાવ 990 થી 1440 હતો.
ઘઉંની 5000 મણની આવક હતી. ભાવ 517 થી 656 હતો. આ સિવાય 6500 મણ ચણા, 6000 મણ લસણ, 6500 મણ મગ, 11000 મણ તલી 3500 મગ જીરૂની આવક હતી. 1500 જેટલા માલ ભરેલા વાહન આવતા હાઈવે પર પણ કતાર લાગી હતી.

