Bihar,તા.09
બિહાર ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરજેડીએ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કર્યા છે. આ સાથે આરજેડીએ ત્રણ ડેપ્યુટી સીએમ (આરજેડી, કોંગ્રેસ અને વીઆઈપીમાંથી એક-એક) ની ફોર્મ્યુલાનો પ્રસ્તાવ મૂક્યો છે.
જોકે, વીઆઈપી અને સીપીઆઈ (એમએલ) માટે બેઠકોની સંખ્યા પર હજુ સુધી સર્વસંમતિ થઈ શકી નથી કેમ કે કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં છે અને આ કારણે જ આ મુદ્દા પર ચર્ચા થઈ શકી નથી. આરજેડીના પ્રસ્તાવમાં આરજેડી, કોંગ્રેસ અને વીઆઈપીમાંથી એક-એક ડેપ્યુટી સીએમ નિયુક્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
VIP પાર્ટીએ કુલ 12 બેઠકો માટે દાવો કર્યો છે, પરંતુ તેમાં સાથી પક્ષોની છ બેઠકો જ્યાં સહયોગી પક્ષોના ઉમેદવારો જીતેલા છે. આ છ બેઠકોમાં RJD, કોંગ્રેસ અને CPI(ML) દરેક પાસે બે-બે વર્તમાન બેઠકોનો સમાવેશ થાય છે. જોકે બેઠકમાં આ છ બેઠકો અંગે કોઈ સહમતિ સધાઈ નહોતી.
CPI(ML) કોઈપણ કિંમતે 19 થી વધુ બેઠકો ઇચ્છે છે. પાર્ટી 2020 ફોર્મ્યુલાના આધારે તેની બેઠકોની સંખ્યા વધારવા માંગે છે. બીજી તરફ, CPI(ML) અને CPM 2020 ફોર્મ્યુલાના આધારે ચૂંટણી લડવા માટે તૈયાર છે. મહાગઠબંધનના નેતાઓ હવે આ સમસ્યારૂપ બેઠકો પર સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરશે.