Morbi.તા.30
મોટા રામપર ગામે બાઈક લઈને ખરીદી કરવા ગયેલ યુવાન દુકાનમાં ગયો ત્યારે અજાણ્યો ઇસમ મોટરસાયકલ ચોરી કરી નાસી ગયો હતો ડીસેમ્બર ૨૦૨૪ માં બાઈક ચોરી થયેલ જેની હવે પોલીસ ફરીયાદ નોંધી બહાદુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
ટંકારાના નાના રામપર ગામે રહેતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલાએ અજાણ્યા ચોર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૧૨-૨૪ ના રોજ પોણા ત્રણેક વાગ્યે બપોરના સુમારે ફરિયાદી તેના પિતાનું બાઈક જીજે ૦૩ એફએન ૬૬૨૦ કીમત રૂ ૨૫ હજાર વાળું લઈને વાડીના મજુર રાજુભાઈ માંગીલાલ સાથે વાડીથી મહેન્દ્રપુર ગામે દુકાને વસ્તુ લેવા ગયા હતા અને બાઈક ખુલ્લા મેદાનમાં પાર્ક કરી દુકાને વસ્તુ લેતા હતા ત્યારે અજાણ્યો ચોર ઇસમ બાઈક ચોરી કરી ગયો છે ટંકારાની બહારદુર પોલીસે ચોરીના ૫ માસ બાદ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે