Morbi,તા.12
ધરમપુર ગામની સીમમાં મચ્છુ ૩ ડેમ જવાના રસ્તા પાસેથી અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના રવાપર રોડ પર રહેતા સુગ્નેશભાઈ ચંદુલાલ પાટડીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ફેબ્રુઆરીના રાત્રીથી તા. ૦૩ ફેબ્રુઆરીના સાંજ સુધીના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે ૧૩ એલએલ ૩૫૪૯ કીમત રૂ ૩૦ હજાર વાળું ધરમપુર ગામની સીમમાં રવિરાજ ચોકડીથી મચ્છુ ૦૩ પુલના ખૂણે રોડની સાઈડમાં રાખેલ હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે