Morbi,તા.18
માટેલ ગામમાં ચેમ્બર પાસે ખુલ્લામાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના રહેવાસી કિશોરભાઈ પીતાંબરભાઈ ચૌહાણ નામના યુવાને અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી કિશોરભાઈએ પોતાનું બાઈક જીજે 03 એએફ ૨૦૦૫ કીમત રૂ. ૫૦ હજાર વાળું માટેલ ગામ પાસે ખોડીયાર ચેમ્બર પાસે ખુલ્લામાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે