Morbi,તા.13
મોરબીના ડેમ જવાના રોડ પરથી બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ચોરીના બાઈક સાથે બી ડીવીઝન પોલીસે એક ઈસમને ઝડપી લઈને મોરબી અને સુરતમાંથી ચોરી કરેલ બે બાઈક રીકવર કરી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શ્રદ્ધા પાર્ક પાસે અમરેલી રોડ પરથી શંકાસ્પદ ઇસમ બે બાઈક સાથે મળી આવ્યો હતો જે બંને બાઈકમાં નંબર પ્લેટ ના હોવાથી કાગળો માંગ્યા હતા અને ઇસમેં કાગળો નહિ હોવાનું જણાવતા પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા બાઈક મોરબીના રહીશનું હોવાનું ખુલ્યું હતું અને રવિરાજ ચોકડીથી મચ્છુ ૩ ડેમ જવાના રસ્તેથી ચોરી થયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને બીજું બાઈક સુરતના કતારગામથી ચોરી થયું હતું જે બંને ચોરાઉ બાઈક કીમત રૂ ૫૫ હજારનો મુદામાલ કબજે લઈને આરોપી અલ્લાઉદીનભાઈ સમસીરભાઈ સંધવાણી રહે જોન્સનગર શેરી નં ૧૦ મૂળ રહે માળિયા વાળાને ઝડપી લીધો છે