Rajkot,તા.10
પ્ર. નગર પોલીસ મથકની હદમાં આવેલ ધરમ ટોકીઝ લોર્ડ્સ હોટેલ પાસેથી શહેરના કોઠારીયા મેઈન રોડ નજીક વિવેકાનંદ નગરમાં રહેતો મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા વિજયભાઈ ખુશાલદાસ પાટડીયા(૪૫ )ની મોટરસાયકલ સાથે અજાણી રાહદારી મહિલા અથડાઈ પડતા સ્લીપ થયેલા મોટરસાયકલ અકસ્માતમાં વિજયભાઈ પાટડીયા ને ગંભીર ઈજા થઈ હતી. માથે અને શરીરે ઇજાગ્રત હાલતમાં વિજયભાઈ પાટડીયા ને ૧૦/૪. રાત્રે ૨વાગે બેકબોન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા બાદ ફરીથી સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લાવવામાં આવતા ઈમરજન્સી ડોક્ટરે તપાસી ૧૦/૪/૨૫ સવારે ૬ વાગે મરણ જાહેર કરવામાં આવ્યા હતા