Gorakhpur, તા. 10
સરકારે ભલે ના પાડી હોય તેમ છતાં ગોરખપુર લીંક એકસપ્રેસ હાઇવે પર બાઇક પર પણ ટોલ ટેકસ આપવો પડશે. ગોરખપર લિંક એકસપ્રેસ-વે પર બાઇક અને ચાર મોટા વાહનોને લઇને ફ્રીમાં ચલાવવાની સુવિધા ટુંક સમયમાં ખતમ થનારી છે.
ઉત્તરપ્રદેશ એકસપ્રેસ-વે ઔદ્યોગિક વિકાસ ઓથોરીટી (યુપી)એ લિંક એકસપ્રેસ પર ટોલની દર બુધવારે સાંજે નિર્ધારીત કરાઇ છે. આ દરો ટોલ પ્લાઝા અને બુથોની સિસ્ટમમાં નોંધવામાં આવી રહી છે.
લિંક એકસપ્રેસ-વે પર બાઇક, ઓટો, ટ્રેકટરને એક સમાન કર આપવો પડશે એટલે કે બાઇકથી એકસપ્રેસ હાઇવે પર સવારી કરવાના પૈસા દેવા પડશે. આના પર ફાસ્ટેગ ન હોવાથી રોકડા રૂપિયા આપવા પડશે.
વાહન માલિકોની સુવિધા માટે માસિક પાસ પણ આપવામાં આવશે. જેના પર વધુમાં વધુ 20 યાત્રા કરી શકાશે. ટોલ ટેકસ વસુલીની સુચના માટે લગાવેલા બોર્ડ પર આજથી દરો લગાવવાનું કામ શરૂ થઇ જશે.