Junagadh તા.25
બિલખા પોલીસ સ્ટેશન નીચેના ઉમરાળા ગામની સીમમાં સોલાર પ્લાનનું પાણી બાજુ વાળાના ખેતરોમાં જતા ત્રણ સહિત કુલ સાત શખ્સોએ પ્લાન્ટમાં પ્રવેશી સોલાર પ્લેટો તોડી નાખી રૂા.21,57,000નું નુકશાન કરી લોખંડના 3000ના પાઈપની ધાડ પાડયાની બિલખા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ મુળ સુરત મોટા વરાછા ખાતે રહેતા હાલ તાલાલાના આંકોલવાડી ખાતે રહેતા ફરીયાદી સંકેતભાઈ રાણાભાઈ લકકડ (ઉ.38)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉમરાળા ગામની સીમની જમીનમાં સોલાર પ્લાન્ટ હોય જેનું પાણી આરોપીઓ કિશોર ભનુ વાળા તેમજ અશોક જગુ વાળાના ખેતરના વોંકળામાં જતુ હોય જે મનદુ:ખના કારણે આરોપી કિશોર ભનુ વાળા, અશોક જગુ વાળા, અશોકનો ફઈનો દિકરો રણજીત ધાધલ ઉપરાંત ચાર અજાણ્યા સહિત કુલ સાત ઈસમો સંકેતભાઈ લકકડના સોલાર પ્લાન્ટમાં ગે.કા. પ્રવેશી જયાં વોચમેનને ભુંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી સોલાર પ્લાન્ટની 200 જેટલી સોલાર પ્લેટો લોખંડના પાઈપો વડે તોડી નાખી રૂા.21,57,000ની નુકશાની કરી સોલારના ઈન્વેટરના સ્ટેન્ડના પાઈપ રૂા.3000ના ધાડ પાડી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા બીલખા પીએસઆઈ એચ.વી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.