Amreli,તા.૨૬
ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સામે આવ્યો છે. અમરેલી નગરપાલિકાના ચેરમેને અચાનક એજન્ડા બોલાવી સભા મોકૂફ કરી દેતાં હોબાળો થયો હતો. ઘણા સમયથી ભાજપના સભ્યો વચ્ચે વિવાદની સ્થિતિ હતી જે આજે વધુ વધી હતી. ભાજપના કુલ ૩૪ પૈકી ૧૮ સભ્યોએ પાલિકા અધ્યક્ષ સામે નારાજગી વ્યક્ત કરી ચીફ ઓફિસર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૧૭ ઓક્ટોબરના રોજ અમરેલી નગરપાલિકાના અધ્યક્ષે સામાન્ય સભાનો એજન્ડા તૈયાર કર્યો હતો. પરંતુ બેઠકના ૨૦ કલાક પહેલા અચાનક જ ગેરબંધારણીય રીતે બેઠક સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે ભાજપના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમરેલી નગરપાલિકામાં વહીવટ મનસ્વી રીતે ચાલી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
બોડીની સામાન્ય સભા અચાનક મોકૂફ કરીને એકતરફી અને મનસ્વી રીતે નિર્ણય લેવાયો હતો. અમરેલી નગરપાલિકાના ચેરમેન વ્યક્તિગત રીતે તમામ સભ્યોને સંદર્ભ પત્ર આપવા આગળ આવ્યા હતા. બેઠક સ્થગિત કરવાના તેમના નિર્ણયને સંપૂર્ણપણે ખોટો અને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
પાલિકાના સભ્યોનો આક્ષેપ છે કે વાઈસ ચેરમેન બિપીન લીંબાણી છેલ્લા એક વર્ષથી શાસન કરી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના નીતિવિષયક નિર્ણયો લીધા છે, જેના કારણે સભ્યોનો ચેરમેન પરથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો છે. કરોડો રૂપિયાની પ્રાથમિક શિક્ષણ સમિતિના ટેન્ડરની વિગતો મુજબ કામ ન થવા છતાં બિલ ચૂકવવામાં આવ્યું છે. આ સિવાય લગભગ ૨ કરોડ રૂપિયાના બિનજરૂરી ખર્ચને કારણે સંસ્થાને નુકસાન થયું છે. આ ઉપરાંત તેમણે અમરેલી નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી હતી.
અમરેલી નગરપાલિકામાં ભાજપ વિ ભાજપ જંગ જારી છે. છેલ્લા એક વર્ષથી ભાજપની અંદર જે નારાજગી ચાલી રહી હતી તે હવે જગજાહેર થઈ ગઈ છે. ભાજપમાં આંતરિક નારાજગી અને વિખવાદ જોતા આગામી દિવસોમાં અમરેલીના રાજકારણમાં નવોદિતોનો દબદબો રહેશે તેવું લાગી રહ્યું છે.