Morbi,તા.18
મોરબી જીલ્લાની હળવદ અને વાંકાનેર નગરપાલિકા માટે રવિવારે મતદાન બાદ આજે મત ગણતરી યોજાઈ હતી જેમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપની જીત નક્કી માનવામાં આવતી હતી તે ઉપરાંત હળવદ નગરપાલિકાની ૨૮ માંથી ૨૭ બેઠકો જીતી ભાજપે બંને નગરપાલિકા પર કબજો કર્યો છે
સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે જેમાં હળવદ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોની મત ગણતરી પૂર્ણ થતા ભાજપે ૨૭ બેઠકો પર કબજો જમાવ્યો છે અને કોંગ્રેસને નામ પુરતી માત્ર એક જ બેઠક પર સંતોષ માનવો પડ્યો છે હળવદ પાલિકામાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું પરંતુ તેનું ખાતું ખુલવા પામ્યું નથી
જયારે વાંકાનેર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પૈકી ૧૩ બિનહરીફ થઇ હતી અને ૧૧ બેઠકો પર ભાજપનો અગાઉથી જ કબજો હતો જેથી જીત લગભગ નક્કી જ હતી આજે બાકી રહેલ ૧૫ બેઠકોની મત ગણતરી કરવામાં આવતા ભાજપનો વિજય થયો છે કુલ ૨૮ માંથી ભાજપને ૨૧, કોંગ્રેસને ૫, બહુજન સમાજ પાર્ટી અને આમ આદમી પાર્ટીને ફાળે ૧,૧ બેઠકો ગઈ હતી તેમજ માળિયા નગરપાલિકાની ખાલી પડેલ બે બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ હતી વોર્ડ નં ૦૨ અને વોર્ડ નં ૦૫ ની એક-એક બેઠક પર ચુંટણી યોજાઈ હતી જે બંને બેઠકો કોંગ્રેસ જીતી હતી
ભાજપને ૩ બેઠકનું નુકશાન, કોંગ્રેસને ૫ બેઠકોનો ફાયદો
ગત નગરપાલિકા ચુંટણીમાં ભાજપે ૨૪ બેઠકો જીતી હતી અને બસપા ૦૪ બેઠકો પર જીત્યું હતું કોંગ્રેસને ફાળે એકપણ સીટ આવી ના હતી આ માં ભાજપને ૨૪ ને બદલે ૨૧ બેઠકો મળી છે અને ૦૩ બેઠકનું નુકશાન થયું છે જયારે કોંગ્રેસે ૫ બેઠકો જીતી વાપસી કરી છે અને આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવી એક બેઠક મેળવતા વાંકાનેર નગરપાલિકામાં આપની હાજરી જોવા મળશે
વાંકાનેર પાલિકા ચૂંટણીમાં પાલિકાના પૂર્વ પ્રમુખની હાર
વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની હાર થવા પામી છે પૂર્વ પ્રમુખ જયશ્રીબેન સેજપાલને ભાજપે ટીકીટ નહિ આપતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી જેને પગલે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે પરિણામ જાહેર થતા જયશ્રીબેન સેજપાલની હાર થઇ છે જેથી તેમની કારકિર્દી પણ જોખમમાં જોવા મળી રહી છે
વાંકાનેર અને માળિયા તાલુકા પંચાયત પેટા ચુંટણીમાં કોંગ્રેસની જીત
નગરપાલિકા ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર અને માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક માટે મતદાન યોજાયા બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જે બંને બેઠકો પર કોંગ્રેસે કબજો કર્યો છે