Vadodara ,તા.૮
વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે ૮ હોદ્દેદારોને સસ્પેન્ડ કરાતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં પાદરાની વડુ, શિનોર તાલુકાની સાઘલી-૨, વડોદરા તાલુકાની કોયલી-૧, દશરથ-૧ અને નંદેસરી બેઠકનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં, પાલિકા, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ કામગીરી કરનાર ૮ હોદ્દેદારોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા જીલ્લા ભાજપ સંગઠન છોડી ભાજપ વિરૂદ્ધ કામગીરી કરતા પક્ષે આકરી કાર્યવાહી કરી છે.
વડોદરાની કરજણ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડમાં ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા વોર્ડ નં. ૨ થી ૭ માં કુલ ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા કુલ ૨૮ ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ મેન્ડે્ટ પ્રાપ્ત કરેલ પાર્ટીના કાયદેસરના ઉમેદવાર સામે કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરી ગેરશિસ્તનું આચરણ કરેલ છે તથા પાર્ટીને નુકસાન પહોંચાડવા બદલ કાર્યકર્તાઓને ૬ વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે.
ઓબીસી અનામત મુદ્દે સરકારે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં ઓબીસીને હવે ૨૭ ટકા અનામત મળશે. રાજ્યમાં ૪૮થી પણ વધુ બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. રાજ્યમાં કુલ ઓબીસી મતદારો ૪૦ ટકાથી પણ વધારે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવામાં આવી છે. તેમજ ૫૦ ટકા અનામતને કારણે મહિલાઓને પણ તક આપવામાં આવી છે. આમ હવે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવામાં આવી છે. આ અનામત પાછી એસસી અને એસસટીની અનામતમાં ફેરફાર કર્યા વગર આપવામાં આવી છે. જેમાં યુવાઓને તક આપવામાં આવી છે.