મજબુતી અને કરૂણા તેમને સૌથી અલગ બનાવે છેઃ નિર્મલા સીતારામન
≈ તેમનું કાર્યકર્તા સાથે જોડાણ હતુંઃતેમના વિચારો જમીની હકીકત સાથે જોડાયેલા હોય છેઃ સ્મૃતિ ઈરાની
≈ મોદીજીની દૂરદર્શિતા, યોજના, વ્યકિતગત,ભાગીદારીથી યુક્રેન-રશિયા યુદ્ધ દરમ્યાન ઓપરેશન ગંગા સફળ રહેલુંઃ કિરેન રિજજુ
≈ એક નાનકડા વકતવ્ય માટે પણ શિસ્ત પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા છેઃસુધાંશું ત્રિવેદી
ભારત એક સક્ષમ દેશ છે તે દુનિયાને દર્શાવવામાં નરેન્દ્રભાઈએ કોઈ સમાધાન કર્યુ નથી પછી તે પાકિસ્તાન સામેની સર્જીકલ સ્ટ્રાઈક હોય કે ઓપરેશન સિંદુર કે પછી અમેરિકા સાથેના ટેરિફ મુદે ટકકર હોય, નરેન્દ્રભાઈએ દરેક સમયે દેશના હિતને સર્વોચ્ચ સ્થાન આપીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે
New Delhi તા.17
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આજે 75 માં જન્મદિવસે ભાજપના નેતાઓએ તેમના મોદી સાથેના અનુભવો-સંસ્મરણોને તાજા કર્યા છે. ભાજપના ટોચના નેતાઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિઈરાની, ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ મોદી અંગે પોતાની પ્રતિક્રિયાઓ વ્યકત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહઃ
પીએમ મોદીનાં જન્મદિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટ યાત્રાનો એક પ્રસંગ શેર કર્યો છે.સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યુ છે.રાજકોટની યાત્રાનો એ સંવેદનશીલ પ્રસંગ, જયારે મોદીજીએ સંવેદનશીલ શીખ આપી હતી કે સંગઠનમાં સ્વયંના પહેલા કાર્યકર્તાનું ધ્યાન રાખવુ જોઈએ. તેમની તે શીખ આજે મારા જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. વિશ્વાસ, આપણાપણું અને સમર્પણ આ જ સંગઠનનો આત્મા છે અને, આજ મોદીજીનું સૌથી મોટુ શિક્ષણ છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજજુઃ
ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજજુએ કહ્યું હતું. જયારે યુક્રેન યુદ્ધ શરૂ થયુ તો લગભગ 23000 ભારતીય છાત્રા યુદ્ધ ક્ષેત્રમાં ફસાઈ ગયા.તેમની સુરક્ષા નિશ્ચિત કરવી રાષ્ટ્રની સર્વોચ્ચ પ્રાથમિકતા બની ગઈ મને આજે પણ તે તત્પરતા અને તીવ્રતા સ્પષ્ટ યાદ છે. જેમની સાથે વડાપ્રધાન મોદીએ પુરા બચાવ અભિયાનની દેખરેખ કરી હતી સાવધાનીથી યોજના અને વ્યકિતગત ભાગીદારીએ ઓપરેશન ગંગાને સફળ બનાવ્યું.
મને યાદ છે કે મધરાતના આસપાસ મને વડાપ્રધાનનો ફોન આવ્યો હતો. તેમણે મને જણાવ્યું હતું કે મારે ભારતીય છાત્રોને સુરક્ષીત પરત લાવવામાં મદદ કરવા માટે સ્લોવાકીયા જવુ પડશે. જોકે યુક્રેની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાનો સંચાલીત નહોતી થઈ શકતી હતી.એટલે છાત્રોને પડોશી દેશોમાં પહોંચાડવામાં આવી રહ્યા હતા. ઓપરેશન ગંગા મોદીજીની દુરદર્શીતા યોજના અને વ્યકિતગત ભાગીદારીના કારણે સફળ રહ્યું હતું.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનઃ
સીતારામને જણાવ્યું હતું કે હું તેમને એક મજબુત દયાળુ અને સંવેદનશીલ નેતા માનું છુ. મને આજે પણ મારા બજેટનું ભાષણ સારી રીતે યાદ છે.પણ આ યાદ કોઈ મોટી જાહેરાત કે તાલીઓના કારણે નહીં બલકે એક અલગ કારણથી છે.બજેટ બાદ જયારે હું ઘેર પહોંચી કે મારો ફોન વાગ્યો. કોલ પર ખુદ માનનીય વડાપ્રધાન હતા તેમના પહેલા શબ્દોમાં જ સાચી ચિંતાની ઝલક હતી તેમણે મને પૂછયુ તે તારી તબિયતનું ધ્યાન કેમ ન રાખ્યું.
હું કંઈ કહુ તે પહેલાં જ તેમણે તરત પોતાના ખાનગી ડોકટરને મારા ઘેર મોકલ્યા અને કહ્યું કે મારી પુરેપુરી તપાસ થાય. જેમ એ નિશ્ચિત થાય કે હું પુરી રીતે ઠીક થઈ સૌથી ખાસ વાત એ છે કે એ ચિંતા માત્ર તે દિવસ પુરતી જ નહોતી. બલ્કે આજે પણ સમયે સમયે મને યાદ અપાવે છે.આપનું ધ્યાન રાખી રહ્યા છોને? તબિયત ઠીક છે ને?
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસઃ
ફડનવીસે પોતાનું સંસ્મરણ શેર કરતા જણાવ્યું હતું કે નાગપુરમાં રાષ્ટ્રીય અભ્યાસ વર્ગની જવાબદારી મને સોંપવામાં આવી હતી. અહી પીએમ મોદી આવ્યા તો મેં તેમને પૂછયુ કે તમે અહી કાર્યક્રમ સ્થળ પર રહેશો કે બહાર ગેસ્ટમાં? તો પીએમ મોદીએ કહ્યું કે હું તો અહી જ રહીશ. મને નાનો રૂમ આપી દો એ નાના રૂમમાં મોદી બે-ત્રણ દિવસ રોકાયા તેમનું કાર્યકર્તાઓ સાથે જોડાણ હતું.
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિઈરાનીઃ
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન મોદીના વિચારો હંમેશા જમીની હકીકત સાથે જોડાયેલા રહે છે. આંગણવાડી સેવાઓમાં ડીજીટાઝેશન જોઈએ તો દરેક આંગણવાડી કાર્યકર્તાને સ્માર્ટ ડીવાઈસ આપવુ પડશે. બાળકોના પોષણ અને વિકાસની દેખરેખ હવે પહેલાથી વધુ ચોકકસ અને અસરકારક થઈ ગઈ છે.
ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીઃ
ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીના જન્મદિને સોશ્યલ મિડિયા પર લખ્યુંઃ વડાપ્રધાન પદના અધિકૃત ઉમેદવાર પહેલા પણ મોદી ભાજપના સર્વાધિક લોકપ્રિય નેતા હતા પરંતુ એ સમયે પણ એક નાનકડુ વકતવ્ય દેવા માટે પાર્ટી વ્યવસ્થા શિસ્ત અને મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને આચરણ કોઈપણ મોટા અને લોકપ્રિય નેતા માટે એક અનુકરણીય ઉદાહરણ છે મે 2013 નો મારો વ્યકિતગત અનુભવ તેનું પ્રમાણ છે.