Rajkot,
રાજકોટમાં યાજ્ઞિાકરોડ પર ડી.એચ.કોલેજના ગેઈટ પાસેથી બે દિવસ પહેલા રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસે ભાજપના યુવા નેતા મોનીલ શાહ માટે રૂ।. 2900ની કિંમતની એક બોટલ એવો સ્કોચ વ્હીસ્કી દારૂ લઈ જતા ઋષભ દેસાઈ અને શુભમ થાનકી નામના બે શખ્સોને સ્કોચ વ્હીસ્કી સાથે પકડયા હતા જે અન્વયે ક્ષોભભરી સ્થિતિમાં આવેલા ભાજપે આજે વોર્ડ નં. 10ના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મોનીલ રાજેન્દ્રભાઈ શાહ (ઉ. 30)ને સસ્પેન્ડ કરેલ છે. શહેર ભાજપ પ્રમુખએ જણાવ્યું કે ભાજપના સક્રિય કાર્યકર મોનીલ શાહનું નામ નશાકારક પીણાના સેવન કરવામાં તથા હેરાફેરી કરવામાં ખુલતા આવા કૃત્યથી પક્ષની પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચતું હોય તેને તમામ હોદ્દા તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.