Gandhidham તા.4
કચ્છના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં શનિવારે (ચોથી ઓકટોબર) બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં બે શ્રમીકના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતાં. ઘટનાની જાણ થતા સ્થાનીક પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમીક વિગતો મુજબ કંપનીના વેલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક બોઇલર બ્લાસ્ટ થતા આ દુર્ઘટના સર્જાઇ હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેમાં પ્રણવ અને ચંદન નામના બે શ્રમીકના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. પોલીસે હાલ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડયા છે અને આ દુર્ઘટનાના મુળ સુધી પહોચવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનીક પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોચી ગઇ હતી. અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટના પાછળ કંપનીના સુરક્ષાના નિયમોનું પુરતુ પાલન ન થતુ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે બોઇલર બ્લાસ્ટનું ચોકકસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.