કોસ્ટગાર્ડ ટીમ દ્વારા દરિયામાંથી મધરાતે મૃતદેહ બહાર લાવશે,
Amreli,
અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે દરિયો તોફાની બન્યો હતો. જેને લઇ અમરેલીના જાફરાબાદના દરિયામાં ત્રણ બોટ ડૂબી હતી. જેમાં ૧૧ માછીમારો લાપતા થયાં હતાં. ત્યારે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. અને મુખ્યમંત્રીના આદેશ બાદ કોસ્ટગાર્ડ અને NDRF ટીમ લાપતા માછીમારોની હેલીકોપ્ટર અને જહાજની મદદથી દરિયામાં લાપતા ૧૧ માછીમારોની શોધખોળ કરવામાં આવી રહી છે. આજે જાફરાબાદ બંદર પર ૭૦૦ બોટો સલામત રીતે કિનારે પહોંચી હતી. તેમજ બે બોટોના એન્જીન બંધ પડેલ તે બોટને કોસ્ટગાર્ડ ટીમ જીવના જોખમે મધદરિયે થી ઉછળતા મોજા વચ્ચે બોટનુ રેસકયું કરી જાફરાબાદ બંદર ખાતે લવાઇ હતી. ત્યારે આજે ત્રીજા દિવસે પીપાવાવ કોસ્ટગાર્ડ ટીમ ૩૦ નોટિકલ માઈલ દૂરથી દરિયામાં ગુમ થયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યાં હતાં. અને હજુ નવ માછીમારો લાપતા છે તેની શોધખોળ શરૂ છે. બન્ને માછીમારોના મૃતદેહ મળતા માછીમારોમાં શોકનો માહોલ છવાયો હતો. મધરાતે બન્ને માછીમારોના મૃતદેહને બહાર લાવવામાં આવશે. ત્યારબાદ પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. આ ધટના પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી સહિતના ભાજપના આગેવાનો ગુમ થયેલા માછીમારોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. આ તકે પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, જીગ્નેશભાઇ પટેલ, વીરભદ્રભાઈ ડાભીયા, વનરાજભાઈ વરૂ, ઘનશ્યામભાઈ વાઘ, સંદિપભાઈ શીયાળ, ધીરુભાઈ નકુમ તથા ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ સહિત વહિવટી તંત્રની ટીમ ઉપસ્થિત રહી હતી……