Amreli,તા.30
અમરેલી શહેરના લીલાનગર વિસ્તારમાં આવેલ રેલવે પુલ નીચે ઠેબી ડેમના નદીના ભાગમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગયેલ છે. તે ઘટનાની જાણ અમરેલી આજે બપોરના સમયે એકાદ કલાકે અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ હતી.
આ બનવાની જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ને થતાં જ ઈન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી. અને અંદાજિત પાંચ કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર લાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી સીટી પોલીસને સોપી દીધેલ હતો.
આ કામગીરી કરવામાં ફાયર સ્ટાફ સાગરભાઇ પુરોહિત, પ્રવીણભાઈ ચૌહાણ, ભગવતસિંહ ગોહિલ, ઋત્વિક ભાઈ ભીમાણી, સવજીભાઈ ડાભી, ભુરીયા જગદીશ, કૃષ્ણભાઈ ઓળકિયા, મિલનભાઈ ગાંભવા, ધર્મેશભાઈ જુવાદરિયા, ગોહિલ શક્તિસિંહ, ચૌહાણ અનિરુદ્ધ સિંહ તથા યસ ભાઈ પરમાર વિગેરે જોડાયા હતા.
આ બનાવની પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ હરેશભાઈ ભાટી (ઉ.વ.35) રહે. અમદાવાદ વાળા હોવાનું જાણવા મળેલ છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.