Srinagar,તા.10
જમ્મુ-કાશ્મીરમાં ગાઢ જંગલોમાં ગુમ થયેલા બે સૈનિકોમાંથી એકનો મૃતદેહ મળી આવતા આ બંને સૈનિકો ત્રાસવાદી હાથમાં સપડાઈ ગયા હોવાની શંકા હતી તે સાચી ઠરી છે. ગત સોમવારે આ સૈનિકો ગુમ થયા હતા તથા તેમાં એકનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો હતો.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગના ગાઢ જંગલોમાં આ બન્ને સૈનિકોની તલાશી કરવામાં આવી હતી જેમાં એકનો મૃતદેહ મળી આવ્યો છે. અહીના કોકેનાર્ગ ક્ષેત્રમાં આ મૃતદેહ મળ્યો હતો. જો કે તેના મુલ્ય અંગે હજું ચોકકસ કારણ બહાર આવ્યુ નથી પણ આ ક્ષેત્રમાં હાલ ભારે હીમવર્ષા થઈ હતી તેથી તેમાં પણ તમો સળગ્યા હોય તેવી આશંકા છે.
હવે બીજા સૈનિકની શોધ ચાલુ છે. આ ગેડોલા ક્ષેત્રમાં ત્રાસવાદી હાજરી નોંધાય છે. 2023માં અહી એન્કાઉન્ટરમાં એક મેજર સહિત ત્રણ સૈન્ય- પોલીસ અધિકારી શહીદ થયા હતા.
જૈશ તથા લશ્કરે તોયબાએ અહી તેના હાઈડ આઉટ બનાવ્યા છે. બીજા સૈનિકને શોધવા મોટું અભિયાન શરૂ કરાયુ છે.