Vadodara, તા.૨૧
વડોદરામાં સાયબર ક્રાઇમને એક મોટી સફળતા મળી છે. વિદેશી નાગરિકો, ખાસ કરીને અમેરિકનોને શિકાર બનાવી, તેમની પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરતા એક મોટા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ભેજાબાજો (એફબીઆઈ) ના નામે ધમકી આપી અને લોભામણી લાલચ આપીને આ ગુનાને અંજામ આપતા હતા. વડોદરા સાયબર ક્રાઇમે ચોક્કસ બાતમીના આધારે વડોદરાના તલસટ ગામ ૫૧ નંબરના વિંટેજ બંગલા પર દરોડા પાડ્યા. આ જ બંગલામાં આખું કૌભાંડ ચાલતું હતું. પોલીસે સ્થળ પરથી ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અરૃણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ, અંશ હિતેષ પંચાલનો સમાવેશ થાય છે.
સાયબર ક્રાઇમના એસીપી મયુરસિંહ રાજપૂતે કહ્યું કે આ કોલ સેન્ટર માત્ર વડોદરા પૂરતું સીમિત ન હતું, પરંતુ આખા દેશના જુદા-જુદા સેન્ટરની ઉઘરાણી વડોદરામાંથી કરવામાં આવતી હતી. આ ભેજાબાજોની છેતરપિંડી કરવાની રીત ખૂબ જ ચકિત કરી દે તેવી હતી. આરોપીઓ ૮૦ થી ૯૦માં અમેરિકન નાગરિકોનો ડેટા ખરીદતા અને સિબિલ સ્કોરના આધારે તેમને જુદી-જુદી ઓફરો મોકલતા હતા. તેઓ વિદેશી નાગરિકોને ટેક્સ્ટ મેસેજ મોકલીને ૩૦ ટકા કમિશનના બદલામાં લોન પાસ કરાવી આપવાનું કહેતા હતા. આ વિશે વધુમાં માહિતી આતા સાયબર ક્રાઈમના એસીપીએ જણાવ્યું કે, આરોપીઓ અમેરિકાની બેંકના નિયમનો દુરુપયોગ કરતા હતા, જેમાં અમેરિકાની બેંકોમાં નિયમ છે કે ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ દ્ભરૂઝ્ર પછી ગ્રાહકના ખાતામાં પૈસા જમા થઈ જાય છે, અને બાદમાં તે પૈસા પરત ખેંચી લેવા. આરોપીઓ આ લૂપ-ફોલ નો દુરુપયોગ કરતા હતા. આરોપીઓ ગ્રાહકોને પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ કાર્ડમાં પૈસા જમા કરાવવાનું કહીને, ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી આંગડિયા મારફતે ભારતમાં મંગાવતા હતા.
તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી જુદા-જુદા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે, જે ગુનાનું નેટવર્ક ચલાવતા હતા, જેમાં ગ્રુપ-
૧. એ કે-૪૭, બેકઅપ (યુએસ) – ટેક્સ્ટ અને વોઇસ મેસેજ દ્વારા સંપર્ક કરવા
૨. ડોલર રીચીઝ, ડોલર (યુએસ)- લોન પ્રોસેસિંગ અને કમિશનની રકમ કલેક્શન માટે
૩. મિ.વર્ક (યુએસ)- ક્રેડિટ કાર્ડની વિગતો મેળવવા માટે
૪. સુપર સેલ્સમેન (યુએસ)- ડોલરને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવા માટે
૫. અમ્મુ (યુએસ)- કમાયેલી રકમને વોલેટમાં ટ્રાન્સફર કરવા માટે
પોલીસે આરોપીઓ પાસેથી તમામ જરૂરી પુરાવા મેળવી લીધા છે. હાલમાં આરોપીઓ ૪ દિવસના રિમાન્ડ પર છે. પ્રાથમિક તપાસમાં ૮૦ લોકો સાથે ફ્રોડ થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સમગ્ર મામલે હવે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ અમેરિકાની તપાસ એજન્સી હ્લમ્ૈંનું પણ ધ્યાન દોરશે. તેમજ આરોપીઓ સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ વધુ તપાસ કરશે.

