Morbi,તા.25
હળવદ મોરબી રોડ પર હરિઓમ સોસાયટી નજીક બોલેરો ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી પછાડી ડેટા યુવાનને માથા અને શરીરે ઈજા પહોંચી હતી અને અકસ્માત બાદ બોલેરો કાર લઈને ચાલક નાસી ગયો હતો
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ ગાંધી સોસાયટીના રહેવાસી રમણીકભાઈ હરિભાઈ ટુંડિયા (ઉ.વ.૪૦) નામના યુવાન બાઈક જીજે ૩૬ એએચ ૭૫૮૯ લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે હળવદ મોરબી રોડ પર હરિઓમ સોસાયટી આગળ બોલેરો જીજે ૧૬ એડબલ્યુ ૫૩૮૦ ના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી અકસ્માતમાં ફરિયાદી રમણીકભાઈ બાઈક સહીત નીચે પડી જતા માથાના ભાગે ઈજા અને શરીરે છોલછાલ જેવી ઈજા પહોંચાડી હતી અને બોલેરો કાર લઈને કાર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે