Morbi,તા.03
માળિયા સુરજબારી ચેકપોસ્ટ પાસે ટ્રાફિક હોવાથી કાર ચાલકે બ્રેક મારી હતી ત્યારે પાછળથી આવતી બોલેરો પીકઅપ કાર પાછળ અથડાતા કારમાં સવાર બાળક સહીત પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના ઘૂટું ગામે હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા અંકીતભાઈ ચંદુભાઈ ધોળુ (ઉ.વ.૩૨) વાળાએ બોલેરો પીકઅપ એપી ૧૬ ટીસી ૮૬૨૭ ના ચાલક વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બલેનો કાર લઈને જતા હતા અને સુરજબારી ચેક પોસ્ટ પાસે ટ્રાફિક હોવાથી બ્રેક મારી ઉભી રાખી હતી ત્યારે પાછળથી પુરઝડપે આવતા બોલેરો પીકઅપના ચાલકે કારને ઠોકર મારી હતી અને બલેનો કાર આગળ ઉભેલા અજાણ્યા ટ્રક પાછળ અથડાઈ હતી જે અકસ્માતમાં ફરિયાદી અંકીતભાઈ, તેના પત્ની તરૂણાબેન, દીકરા અક્ષર, કાકા શાંતિલાલ અને કાકી શમતાબેનને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે