Mumbai તા.10
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં બોકસઓફીસમાં બોલીવુડની ફિલ્મોના કલેકશનના આંકડા નિરાશાજનક રહ્યા છે. પરંતુ વિદેશમાં ભારતીય ફિલ્મોની કમાણી વધી રહી છે અને તેમાં હવે બ્રિટન અને અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનો પણ ઉમેરો થયો છે અને 2025ના વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફિલ્મોનો કુલ બિઝનેસ 224 કરોડ રૂપિયાનો થઈ જશે જે 2021માં રૂા.75 કરોડનો હતો.
ઓસ્ટ્રેલિયન બોકસ ઓફીસનું કદ 900 મીલીયન ઓસ્ટ્રેલિયન ડોલર માનવામાં આવે છે જેમાં ભારતીય ફિલ્મોએ હવે 39 મીલીયન ઓસ્ટ્રેલિયન ડોલરનો હિસ્સો પડાવી લીધો છે. આમ તે અમેરિકા અને બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ કમાણી કરી રહી છે.
એટલું જ નહી ન્યુઝીલેન્ડમાં પણ હવે ભારતીય ફિલ્મોનો વ્યાપાર વધી રહ્યો છે. આ વર્ષે દેશના બોકસ ઓફીસ કલેકશનના 38 ટકા રકમ સૈયારા સહિતની હિન્દી ફિલ્મમાંથી મળ્યો છે. જયારે પંજાબી ફિલ્મનો બિઝનેસ 16 ટકા, મલયાલમનો 14 ટકા રહ્યો છે. પરંતુ વિદેશમાં ભારતની ફિલ્મોની ડિમાન્ડ વધી રહી છે.
એટલું જ નહી ઓસ્ટ્રેલિયામાં હોલીવુડની ફિલ્મોને જે સ્ક્રીન મળે છે તેમાં હવે બોલીવુડની ફિલ્મો પણ ભાગ પડાવા લાગી છે અને અંદાજે 100 સ્ક્રીન મેળવી રહી છે. આ દેશમાં મુળ ભારતીય લોકોની વધતી વસ્તી તેના માટે કારણ છે અને તે સંખ્યા વધતી જાય છે.

