Mumbai ,તા.2
► રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે નવાં વર્ષ 2025નું ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું. તેણે સમગ્ર પરિવાર સાથે નવાં વર્ષની ઉજવણી કરી હતી. રણબીર અને આલિયાની સાથે તેની દીકરી રાહા, નીતુ કપૂર, સોની રાઝદાન, બહેન રિદ્ધિમા કપૂર સાહની અને જમાઈ ભરત સાહની અને પરિવારનાં અન્ય સભ્યો હતાં. નીતુ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવાં વર્ષની ઉજવણીની તસવીરો શેર કરી છે. આ સાથે નીતુ કપૂરે લખ્યું, ’હેપ્પી ન્યુ યર 2025’
► અજય દેવગન અને કાજોલ
અજય દેવગન અને કાજોલે પરિવાર સાથે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. જેમાં તે તેનાં પતિ અજય દેવગન, તેનાં પુત્ર યુગ, તેની પુત્રી નીસા અને અન્ય નજીકનાં લોકો સાથે જોવા મળી રહી હતી.
આ સાથે કાજોલે લખ્યું કે “આ અંત છે ! ચોક્કસપણે આ કોઈપણ ફિલ્મનાં અંત કરતાં વધુ સારું છે. તેમણે લખ્યું કે આવનારાં વર્ષ માટે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારાં ઘરે મહેમાનો આવતાં રહે, તમારું ડાઈનિંગ ટેબલ ભોજનથી ભરેલું રહે. તમે બધાં સખત પાર્ટી કરતાં રહો છો અને તમારાં પડોશીઓ હંમેશાં ફરિયાદ કરે કે તમારી પાર્ટીઓ કેટલી લાંબી અને મનોરંજક છે. તમે હંમેશાં ખુશ રહો અને ખુશીઓ વહેંચતા રહો.
અજય દેવગણે પણ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ’અત્યાર સુધીની સફર માટે આભાર. 2025 માં શું આવવાનું છે તેનાં માટે હું ઉત્સાહિત છું. નવાં વર્ષની આપ સૌને શુભકામનાઓ.
► શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને મોડલ – અભિનેત્રી લારિસા વોનેસી
શાહરૂખ ખાનનાં દીકરા આર્યન ખાને મોડલ અને અભિનેત્રી લારિસા વોનેસી સાથે નવાં વર્ષની ઉજવણી કરી હતી. આર્યન અને લારિસા પાર્ટી બાદ સાથે જતાં જોવા મળ્યાં હતાં. પહેલાં આર્યન સિક્યોરિટી સાથે પાર્ટીમાંથી નીકળી ગયો અને પછી જઈને કારમાં બેસી ગયો. બાદમાં લારિસા વોનેસી આવી અને તેની કારમાં બેસીને નીકળી ગઈ. બંને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે.
► અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ સિડનીમાં નવાં વર્ષની ઉજવણી કરી હતી. તેઓ કાળા ટ્વિન આઉટફિટમાં હાથ પકડીને રસ્તા પર ચાલતાં જોવા મળ્યાં હતાં. બંનેએ મિત્રો સાથે નાઈટ આઉટની મજા માણી હતી.
► રિતેશ દેશમુખ અને જેનેલિયા
રિતેશ દેશમુખ અને જેનેલિયાએ તેમનાં બાળકો સાથે નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી. કપડાંની બાબતમાં તેઓ પોતાનાં બાળકો સાથે કપડાં મેચિંગ કરતાં જોવા મળ્યાં હતાં.
► સારા અલી ખાન
સારા અલી ખાને સોશિયલ મીડિયા પર માતા અમૃતા સિંહ સાથે નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી
► અનન્યા પાંડે
અનન્યા પાંડેએ તેનાં પ્રિય કૂતરા સાથે નવાં વર્ષનું સ્વાગત કર્યું હતું.
► સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટીએ પત્ની માના શેટ્ટી સાથે નવાં વર્ષની શુભેચ્છાઓ શેર કરી હતી.
► રજનીકાંત
સુપરસ્ટાર રજનીકાંતે પોતાની ફિલ્મનાં ડાયલોગ સાથે લોકોને નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી. રજનીકાંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમની ફિલ્મ વાશાનો હિટ ડાયલોગ પોસ્ટ કર્યો હતો.
તેમણે લખ્યું, કે ’ભગવાન સારાં લોકોની પરીક્ષા કરે છે, પરંતુ ભગવાન સારા લોકોને ક્યારેય છોડતો નથી. બીજી બાજુ, ભગવાન ખરાબ લોકોને ઘણું બધું આપે છે પણ છેવટે ભગવાન તેમને છોડી દે છે.
► રવિના ટંડન
રવિના ટંડને ગયાં વર્ષનાં ઘણાં ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, કે ’પ્રેમ અને ખુશીઓ માટે આભાર. આપ સૌને નવાં વર્ષની શુભકામનાઓ. આ વર્ષ અને આવનારાં વર્ષો તમારાં, મારાં અને બાળકો માટે પ્રેમ, શાંતિ અને ખુશી લઈને આવે. પરિણીતી ચોપરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પતિ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી રહી છે. આમાં તે બૂમો પાડે છે કે ’હેપ્પી ન્યૂ યર.’