Manavadar,તા.22
માણાવદરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓની હારમાળા સર્જી છેક વિદેશની ધરતી સુધી સદકાર્યોની સુવાસ ફેલાવનાર માણાવદર અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ‘ગૌ મહિમા અને ગૌવંદના’ નું વિમોચન અનસૂયાબેન ચંદુભાઈ શેઠ દ્વારા બહુ સાદગીથી કરવામાં આવ્યું. તેમાં શહેરના પ્રતિષ્ઠિત લોકો, ગૌધામના કર્મચારીઓ, પત્રકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વરસાદનો માહોલ હોવાથી (પુસ્તકના લેખકોને હાજર રહેવા અનુરોધ કરાયો હતો) લેખકોને બોલાવી શક્યા નહોતા આ પુસ્તકનું સંપાદન જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત પટેલ “સરલ” દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતના પ્રતિષ્ઠિત લેખકો જોરાવરસિંહ જાદવ, રાજુલ દવે, ડો.નિરંજન રાજ્યગુરુ, ડો. કાલિન્દીની પરીખ, નટવર અહાલપરા, ડો. મણીભાઈ પ્રજાપતિ, નયન ભટ્ટ, કૃણાલ કેસરિયા, દુર્ગેશ ઉપાધ્યાય, ભૂપેન્દ્ર શેઠ “નીલમ”, તથા એવા બીજા લેખકોએ ગાયોની ઉપયોગીતા અને તેનો મહિમા વર્ણવ્યો છે. ફોર કલરમાં પ્રિન્ટ થયેલું આ પુસ્તક ગાયના પંચગવ્યથી નાબૂદ થતાં રોગો વિશે ખૂબ જ જાણકારી આપે છે. અનસુયા ગૌધામના પ્રણેતા હિતેનભાઈ શેઠ તથા શેઠ પરિવારની અનેક સેવાઓમાં આ પણ એક સેવા જ ગણાય છે કારણ કે આ અદભુત પુસ્તક વિનામૂલ્ય વિતરણ કરવાની તેમની નેમ ને સાકાર કરે છે જે કોઈને આ પુસ્તક મેળવવું હોય તેમણે મોબાઈલ નંબર ૯૬૦૭૬ ૨૨૨૨૨ તથા મોબાઈલ નંબર ૯૯૨૫૧ ૭૪૧૭૬ ઉપર જીગ્નેશભાઈ પટેલ અથવા હિતેનભાઈ શેઠનો સંપર્ક કરવો