ચાર પંટરોની શોધખોળ, રૂ. 56,700નો મુદ્દામાલ કવજે કરતી રૂરલ એલસીબી
Jetpur,t,તા.04
જેતપુર ખાતેથી આઈપીએલના ફાઇનલ મેચમાં સટ્ટો રમાડતા નિકુંજ વસંત નામના બુકીની ધરપકડ કરી ચાર પંટરોની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા દારૂ જુગારના કેસો શોધી કાઢવા તેમજ ગઈકાલે પૂર્ણ થનાર આઈપીએલ-2025 સિરીઝમાં રમાતી ટી-20 ક્રિકેટ મેચમાં હાર જીતનો સટ્ટો રમતા સટ્ટોડીયાઓને પકડી પાડવાની સૂચનાને પગલે એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઇ વી વી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ સી ગોહિલ તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિકુંજ ઉપેન્દ્રભાઈ વસંત નામના બુકીને આઈપીએલ-2025 સીરીઝના ફાઇનલ મેચમાં હાર-જીતનો ક્રિકેટ સટ્ટો રમાડતો રોકડ રૂ.16,700, મોબાઈલ મળી કુલ રૂ. 56,700 ના મુદ્દા માલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે નિકુંજ ઉપેન્દ્ર વસંત (રહે પંચેશ્વર મંદિર પાસે, જેતપુર)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતાં નિકુંજ પોતે સટ્ટો રમાડતો હોય તેવી કેફિયત આપી હતી. પોલીસે નિકુંજ પાસેથી આઇડી મેળવી સટ્ટો રમતા ચાર પંટરો રફીક (રહે બોખલા દરવાજા પાસે, જેતપુર), રવિ નથવાણી (રહે તીન બત્તી ચોક, જેતપુર), રવિ (રહે મોટા ચોક,જેતપુર) અને કેતન ઉર્ફે ભદી નામના ચાર પંટરોની શોધખોળ શરૂ કરી છે.