શરાબની ૧૦૭ બોટલ અને વાહન મળી,રૂ.૧.૯૩ લાખના મુદ્દામાલ કબજે કરતી કુવાડવા રોડ પોલીસ
Rajkot,તા.26
શહેરની ભાગોળે અવેલી માલિયાસણ ચોકડી થી બેડી ચોકડીએ રિક્ષામાંથી વિદેશી દારૂની ૧૦૭ બોટલ ઝડપી, શરાબ અને વાહન મળી રૂ.૧.૯૭ લાખના મુદ્દામાલ સાથે બૂટલેગરને કુવાડવા રોડ પોલીસે ધરપકડ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુવાડવા રોડ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, માલીયાસણ ચોકડી થી બેડી ચોકડી તરફ Gj 03 BX 3756 નંબરની રીક્ષા આવી રહી છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. કુવાડવા રોડ પોલીસની ટીમ તાત્કાલિક માલીયાસણ ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. વોચ દરમિયાન માહિતી મળેલી રીક્ષા ત્યાંથી પસાર થતા, તેને અટકાવી તલાસી લેતા રિક્ષામાંથી વિદેશી દારૂની ૧૦૭ બોટલ મળી આવી હતી. પોલીસે શરાબ અને વાહન મળી રૂ.૨.૯૩ લાખના મુદ્દામાલ સાથે મૂળ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના અને હાલમાં મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે આવેલી રામપાર્ક સોસાયટમાં રહેતો લગધીર જીવાભાઇ વરમલ નામના શખ્સને ઝડપી લીધો છે. આ દરોડાની કામગીરી એ એસ આઈ કે વી જાડેજા, જયદીપભાઇ ધોળકિયા, કોન્સ્ટેબલ મુકેશભાઈ જોશી, અરવિંદસિંહ ગોહિલ, અને યશપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે બજાવી છે.જ્યારે રાજકોટ તાલુકા પોલીસની ટીમે નાના મવા મેઇન રોડ પર આવેલા જય ભીમ નંબર શેરી નંબર ૦૬ માં રહેતો રવિ ઉર્ફે લાલો માવજીભાઈ મહિડા નામના શખ્સને તેની ઓરડીમાંથી વિદેશી દારૂની ૨૬ બોટલ સાથે તાલુકા પીએસઆઇ બી આર ભરવાડ અને કોન્સ્ટેબલ નિકુંજભાઈ મારવિયા સહિતના સ્ટાફે ઝડપી લીધો છે.